૧૯ ઓકટોબરના રોજ હરિ શાંતિ નિકેતન વૃધ્ધાશ્રમ માધાપર મધ્યે નિ:શુલ્ક સિનિયર સિટીઝન કેમ્પનું આયોજન

0
24

આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા તા.૧૯-૧૦-૨૦૨૨ના રોજ સવારે ૯ થી ૧ વાગ્યા સુધી શ્રી હરિ શાંતિ નિકેતન વૃધ્ધાશ્રમ માધાપર મધ્યે નિ:શુલ્ક સિનીયર સિટીઝન કેર કેમ્પનું આયોજન કરાયું છે.

 આ કેમ્પમાં દરેક પ્રકારના રોગનું મફત નિદાન-સારવાર (આયુર્વેદ -હોમિયોપેથી), મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. યોગ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે, સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થય તથા શક્તિ વર્ધક ઔષધ આપવામાં આવશે. કેમ્પનો સમય સવારે ૯:૦૦ થી બપોર ૧ કલાક સુધી રહેશે. એવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.