૨૨૨મીએ ભુજ આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ

0
34

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા તારીખ ૨૨/૧૦/૨૦૨૨ શનિવારે શ્રી ધન્વંતરી જયંતી અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ હોસ્પિટલ ભુજ મધ્યે મેગા આયુર્વેદ નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલું છે. જેમાં દરેક પ્રકારના રોગોનું આયુર્વેદ પધ્ધતિથી નિદાન તથા સારવાર આપવામાં આવશે, શરદી-ખાસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા વાયરસજન્ય તાવ ,સ્વાઈન ફલુ- કોવિડ- ડેંગ્યુ વગેરે માટે રોગ પ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય ઉકાળાનું પાન કરાવવામાં આવશે. જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકોના શારીરીક માનસિક બૌદ્ધિક વિકાસ અર્થે શ્રેષ્ઠ એવા સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવશે, નબળા તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને ખાસ પ્રકારની શક્તિવર્ધક તથા રક્ત વર્ધક ઔષધો આપવામાં આવશે, સ્ત્રીરોગ તેમજ ગર્ભધાન સંસ્કાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે, હરસ-મસા-ભગંદર જેવા રોગોની તપાસ તથા સારવાર આપવામાં આવશે, સીનીયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપરના) વ્યક્તિઓને ખાસ પ્રકારની શક્તિવર્ધક તથા સ્વાસ્થ્યવર્ધક ઔષધ આપવામાં આવશે, ડાયાબીટીસના દર્દીઓને ફ્રી ડાયાબીટીસ ચેકઅપ કરી આપવામાં આવશે તેવું વૈદ્ય પંચકર્મ અધિકારી સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની યાદીમાં જણાવાયું છે.