ર૦ કરોડની લોન આપવાની લાલચે પુણેના તબીબ સાથે બે કરોડની ઠગાઈ

0
51

કચ્છ-ભુજના ઠગબાજાેએ લોન માટે ફોન કરી મીટિંગ કરી, તબીબે કાગળો અને ટુકડે-ટુકડે પૈસા આપ્યા

ભુજ :  કચ્છના ઠગો દરેક રાજયમાં અનેક લોકોને શીશામાં ઉતાર્યા છે ત્યારે ભુજના ઠગોએ ર૦ કરોડની લોન આપવાના બહાને પુેણેના હાડકાના તબીબને શીશામાં ઉતાર્યો છે અને તેમના પાસેથી ટુકડે ટુકડે બે કરોડ રુપીયા લઈ લીધા છે. જાે કે, લોન કે આપેલા રુપીયા પરત ન મળતા છેતરપિંડી થઈ હોવાની ભનક આવી ગઈ હતી.

પુણેના બીડ વિસ્તારના શિવાજીનગર પોલીસ મથકે તબીબે અજાણયા ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી. ડોકટરને પૈસાની જરુરી હોવાથી તે બેંકમાં લોન લેવા માટે ગયા હતા બાદમાં એક અજાણયા નંબર પરથી ર૦ કરોડની લોન આપવા માટે ફોન આવ્યો હતો. તબીબ અજાણયા ઈસમો સાથે સરકારી ગેસ્ટ હાઉસમાં મીટીંગ કરી હતી અને ચાર ડિસેમ્બર ર૦૧૭ના ૪૭ લાખ રુપીયા આપ્યા હતા. બાદમાં ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા જે આંક બે કરોડ પહોંચ્યો હતો. તબીબે લોન માટેના કાગળો આપી દીધા હોવા છતાં લોન ન મળતા તેમજ પૈસા પરત ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.