નવી સુંદરપુરીમાં પિતા-પુત્ર પર ચાર જણાનો હુમલો

0
53

ગાંધીધામ : શહેરના નવી સુંદરપુરી પાસે શીવ મંદીર માર્ગ ઉપર થયેલા હુમલાના બનાવ અંગે એ ડિવિજન પોલીસ મથકે ચાર શખસો સામે ફરિયાદ નોંધાઈ હતી.એ ડિવિજન પોલીસ મથકે મહેશભાઈ કાંતીભાઈ સમેજા (દેવીપુજક)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગુરુવારના હુમલાનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી તેના પીતાની સારવાર માટે રોકાયેલા હોઈ એક દિવસ મોડી ફરિયાદ દાખલ કરાવી હતી. સોનુ કારા દેવીપુજક, રામુ કારા દેવીપુજક, સંજય કારા તથા સુનીલ ગોવા દેવીપુજક (રહે. તમામ સુંદરપુરી)વાળાએ શાકમાર્કેટ જતી વેળાએ ફરિયાદી તથા તેના પિતા ઉપર હુમલો કરી લોખંડનો પાઈપ ફટકાર્યો હતો. ફરિયાદી તથા તેના પિતાને ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હતી. એ ડિવિજન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.