પૂર્વ કચ્છએસપીશ્રી બગડીયાએ કર્યુ શસ્ત્રપુજન

0
24

વિજય દશમી નિમિત્તે હેડકવાર્ટર ખાતે પરંપરાગત રીતે કરાઈ પુજાવીધી : શ્રી મહેન્દ્ર બગડીયા ઉપરાંત મરીન એસપીશ્રી પરમાર, એલસીબી પીઆઈ શ્રી એમ.એમ.જાડેજા સહિતના વિવિધ પોલીસ મથકના પીઆઈશ્રીઓ તથા સ્ટાફગણ રહ્યો હાજર

ગાંધીધામ : આજે અધર્મ પર ધર્મની જીતનો પર્વ છે. વિજયાદશમીના દિને શસ્ત્રપુજનનું પણ અનેરૂ મહત્વ રહેલુ છે ત્યારે આજ રોજ પૂર્વ કચ્છ પોલીસ હેડકવાર્ટર ખાતે પણ પૂૃવ કચ્છ એસપીશ્રી મહેન્દ્ર બગડીયા દ્વારા પણ શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ.

હેડકવાર્ટર ખાતે આજ રોજ સવારે શ્રી બગડીયાએ શસ્ત્રોની પુજા કરી અને આમપ્રજાજનોની રક્ષા કાજે પોલીસ દળ સદાય સંકલ્પબદ્ધ હોવાની કટિબદ્ધતા વધુ એક વખત દર્શાવી હતી. પૂર્વ કચ્છએસપીશ્રી મહેન્દ્ર બગડીયાની સાથે મરીન એસપીશ્રી પીનાકીન પરમાર, એલસીબી પીઆઈ શ્રી એમ એમ જાડેજા, બી ડીવીઝન પીઆઈ શ્રી મુકેશ દવે, એ ડીવીઝન પીઆઈ એ.બી.પટેલ, એલઆઈબીના શ્રી ધાસુરા, હેડકવાર્ટરના એએસઆઈ ચૌહાણ સાહેબ, આદિપુર પીએસઆઈ શ્રી તિવારી, વી.એ.ઝા, ઉપરાંત પૂર્વના પોલીસ અધિકારીઓ અને સ્ટાફગણ પણ વિશિષ્ટ ઉપસ્થીત રહ્યો હતો.

વિજયદશમીના પવિત્ર દીવસે ગાંધીધામના બી ડીવીજન પોલીસ મથકે પીઆઈ શ્રી એમ.એન.દેવના હસ્તે શસ્ત્રપુજન કરાયુ હતુ જે વેળાની તસવીર વખતે અહીનો સ્ટાફગણ હે.કો. વિરેન્દ્રસિહ પુરોહિત, પ્રવિણસીહ જાડેજા, લાખાભાઈ ધંધર, કિશનભાઈ વાઘેલા, તથા કોન્સટેબલ હિરેનભાઈ મહેશ્વરી, આનંદ ચાવડા સહિતનાઓ દ્રશ્યમાન થાય છે.

ગાંધીધામ : વિજયદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપુજાની અનેરી મહત્વતા રહેલી છે. દરમ્યાન જ પૂર્વ કચ્છમાં મરીન સેકટરના કમાન્ડશ્રી ગાંધીધામ કચ્છ પીનાકીન પરમાર સાહેબ(એસપીશ્રી)આઈપીઅસ દ્વારા પણ શસ્ત્રપુજા કરવામાં આવી હતી. આ વેળાએ તેઓની સાથે એન બી ચૌધરી પીઆઈ મરીન ગ્રુપ લીડર ગાંધીધામ કચ્છ તથા ડી એન પટેલ પીએઆઈ અને મરીન ટીમ લીડર ગાંધીધામ કચ્છ તથા સીનીયર કમાન્ડો તેમજ મરીન કમાન્ડો પણ વિશેષ હાજર રહ્યા હતા.