કચ્છના પૂર્વ ડીડીઓને લાંચના કેસમાં નિર્દોષ છોડી મુકાયા

0
41

ભુજ : લાંચ કેસમાં કચ્છના પૂર્વ ડીડીઓને ભુજની સેસન્સ કોર્ટે નિદોર્ષ છોડી મુકયા છે.
આ કેસની વધુ વિગતો મુજબ ફરિયાદીએ વર્ષ ર૦૧૩માં એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી એવા પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી એમ.એ. સૈયદ અન્ય આરોપીઓ સાથે મળી પોતાને તેમજ કોન્ટ્રાકટરોને આર્થિક લાભ મળે તે માટે ગ્રામ્ય બાંધકામ સમિતિના આરોપી સભ્યો, ભૂકંપ આવાસ નિરીક્ષકો, ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ, વહીવટદારએ ખોટા પ્રમાણપત્રો તથા ફેરા રજીસ્ટર પત્રોમાં સહીઓ કરી ખોટા દસ્તાવેજાે કોન્ટ્રાકટરો સાથે મળીને તૈયાર કરી રજીસ્ટરો બીલો બનાવી રૂા. ર૮,૬પ,૦૦૦ના બીલો મંજુર કરાવ્યા હતા. તે મુજબ ફરિયાદ કરાઈ હતી.
એફઆઈઆર દાખલ તપાસ પૂર્ણ થઈ તે કોર્ટમાં કેસ ચાલી જતા ર૪ સાહેદોને તપાસીને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સાતમાં અધિક સેસન્સ જજે આરોપી કચ્છના પૂર્વ ડીડીઓ એમ.એ. સૈયદને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે એમ.એ. ખોજા, એસ.જી. માંજાેઠી, કે.આઈ. સમા હાજર રહી દલીલો કરી હતી.