ભુજ પંથકમાં પટેલ સમુદાય માટે

0
48

ઉપર વાલા જબ ભી દેતા…દેતા છપ્પર ફાડ કે

ભુજ : વિધાનસભા ચૂંટણી જંગમાં રાજકીય ગતિવિધીઓ તેજ બની છે. ભુજ બેઠક માટે ત્રણેય પ્રમુખ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ સતાવાર રીતે જાહેર થયા છે. યોગાનું યોગ આ વખતે ભુજ બેઠક પર ઈતિહાસ સૌપ્રથમ વખત પટેલ સમુદાયના ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયા જંગની સ્થિતિ સર્જાઈ છે.

ભુજ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ કેશુભાઈ પટેલ, કોંગ્રેસ પાટીએ અરજણભાઈ ભુડિયા અને આમ આદમી પાર્ટીએ રાજુ પિંડોરીયાને ઉમેદવારીની તક આપી છે. ભુજ બેઠક પર પટેલ સમુદાયને ટિકિટ મળે તે માટે સમાજ દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીઓ સુધી ભુજ બેઠક પર પટેલ સમાજને પ્રતિનિધિત્વની તક કોઈ પણ મુખ્ય રાજકીય પક્ષ દ્વારા આપવામાં આવી નથી. વિધાનસભા ચૂંટણી ર૦રરમાં સમાજની માંગની નોંધ રાજકીય પક્ષો દ્વારા લેવાઈ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્રણેય પ્રમુખ રાજકીય પક્ષોએ પાટીદાર ઉમેદવારને ટિકિટ ફાળવતા પટેલ સમાજ માટે ઉપરવાલા જબ ભી દેતા.. દેતા છપ્પર ફાડકેઉક્તિ સાકાર થતી જાેવા મળી રહી છે. તો બીજી તરફ પાટીદાર સમાજના મતદારો માટે પણ આ વખતે મતદાન પૂર્વે જ મોટી દ્રીધાની સ્થિતિ ઉભી થઈ છે.