હરિપર નજીક આવેલા ફિલ્ડ ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે

0
133

ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર આગામી તા.૩૦/૧૧/૨૦૨૨ના Capt, 5075 Coy ASC( Comp), Pin-905075, C/o 56 APO દ્વારા રેંજ નંબર 1 ઉપર (20 MAHAR) Capt, 5075 Coy ASC (Comp)ના તાબા હૅઠળ ફરજ બજાવતા અધિ./કર્મ.ઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનાર છે. જેથી સદરહુ ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહી. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરીંગ રેંજમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેષ પંડયા દ્વારા જણાવાયું છે.

આજથી ભુજ સીમ જદુરા મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે

ભુજ સીમ, જદુરા, માધાપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર આગામી તા.૨૯/૧૧ થી તા.૩૦/૧૧ સુધી કમાન્ડન્ટશ્રી, ૫૯ બી.એન. બી.એસ.એફ, આયાનગર,  ભુજ-કચ્છ દ્વારા Range no.-3 (23 JATT) ઉપર તેઓના તાબા હેઠળના ફરજ બજાવતા તમામ અધિ./કર્મ,શ્રીઓની સ્મોલ આર્મ્સ ફાયરીંગ પ્રેક્ટીસ યોજવામાં આવનાર છે. જેથી સદરહુ ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઈ પણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુક્શાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેષ પંડયા દ્વારા જણાવાયું છે.