હરિપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

0
27

ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા.૧૭/૧૦/૨૦૨૨ સુધી  MajorOIC Administrative Officer 75(I) Inf Bde GP OMC Pin- 909875, c/o 56 APO દ્વારા રેન્જ નં.2(17 MARATHA Li) ના તાબા હેઠળ ફરજ બજાવતાં અધિ./કર્મઓની ફાયરીંગ પ્રેકટીસ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મિતેશ પંડ્યા દ્વારા જણાવાયું છે.