જખૌ દરિયા કિનારે પાક મરિન દ્વારા માછીમારો પર ફાયરિંગ

0
30

માંગરોડ અને વણાકબોરીના તમામ તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લેવાયા

ભુજ : અબડાસાના જખૌ દરિયામાં માંગરોળ અને વણાકબોરીની બોટ પર પાકિસ્તાની મરિન સિકયુરિટી એજન્સી દ્વારા ફાયરિંગ કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. બોટ દરિયામાં ડૂબી ગઈ હતી, પરંતુ ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે બોટમાં સવાર આઠ માછીમારોને તાત્કાલિક બચાવી લીધા હતા. ઈજા પામેલા માછીમારોને જખૌ પોલીસ મથકે સોપાયા હતા. આ બનાવ અંગે મરિન પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ કચ્છના સમુદ્રમાં માછીમારોની સિઝન શરૂ થઈ છે અને એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવી રહ્યું છે.  ગુરૂવારે માંગરોળની આઈએમડી જીજે ૧૧ એમએમ ૩૮૭૩ હરસિદ્ધિ નામની માછીમારી બોટ જખૌ અને ઓખા તરફના અરબી સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી તે દરમિયાન જખૌ નજીક પહોંચતા પાકિસ્તાની મરિન  સિકયુરિટી એજન્સી  દ્વારા બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેને લઇને બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. જાે કે, બોટમાં સવાર માંગરોડ અને વણાકબોરીના આઠ ખલાસીઓ ઘાયલ થતા તમામને કોસ્ટગાર્ડ દ્વારા બચાવી લઈ સારવાર માટે જખૌ ખસેડાયા હતા. આ કામગીરી વેળાએ અમરસિંહ બાંભણિયા, પ્રકાશ બામણીયા, કુણાલ બામણીયા, પ્રેમ બામણીયા, કાળુભાઈ સાખળનો સમાવેશ થાય છે.