દિવાળીના તહેવારોમાં રાત્રીના ૮ થી ૧૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે

0
32

ભુજ : સુપ્રિમ કોર્ટ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક – હાનિકારક પર્યાવરણ તથા ધ્વની પ્રદુષણનો વિપરિત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ, તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરેલ છે. તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકવા ભુુજ જિલ્લા મેજીસ્ટ્રેટ દિલીપ રાણાએ તા.૨૧થી તા. ૨૮-૧૦ સુધી રાત્રીના ૮થી ૧૦ દરમિયાન ફટકાડા ફોડવા જાહેરનામું બહાર પાડેલ છે.