અબડાસાના વાયોરમાં અલ્ટ્રાટેક કંપનીના ૩૦૦ એકરના દબાણ સામે અંગુલીનિર્દેશ

0
38

જખૌમાં નાના-નાના માછીમારોની ઓરડીઓ તોડનારૂ તંત્ર તેનાથી નજીકમાં જ આવેલી મહાકાય કંપનીના
સેંકડો એકર દબાણો પર બુલડોઝર ફેરવવામાં કેમ કરી રહ્યુ છે પાછીપાની..?

વાયોરની જાગૃત ગ્રામ પંચાયતે કંપનીના દબાણો મામલે અબડાસા પ્રાંત તથા અબડાસા મામલતદારને વિગતવાર લેખિતમાં કરી ફરીયાદ : ફરીયાદ અરજી મળેલી છે, તપાસ કરી અને ચોકકસથી ધોરણસરની કાર્યવાહી કરાશે : હર્ષવર્ધન સોલંકી(પ્રાંત અધિકારીશ્રી અબડાસા)

ગાંધીધામ : ગુજરાત સરકારના મુખ્યપ્રધાનનું બુલડોજર વર્તમાન સમયે રાજયની દરિયાઈ સીમા પર રાષ્ટ્રીય સુરક્ષાને માટે ખતરારૂપ બની રહેલા દબાણો પર બરાબરની તવાઈ બોલાવી રહ્યું છે. પોરબંદર તે બાદ દ્વારકામાં ઓપરેશન ડીમોલોશીન હાથ ધરાયા પછી હવે કચ્છના જખૌ વિસ્તારમાં પણ બે દીવસથી દરીયાઈ ક્ષેત્રના દબાણો પર ધોંષ બોલાવાઈ રહી છે ત્યારે બીજીતરફ આ જ જખૌની સમીપે આવેલા અબડાસાના વાયોર પટ્ટામાં પણ વિશાળ અને મહાકાય ઔદ્યોગીક એકમના એક-બે નહી પરંતુ ૩૦૦ એકરથી વધુની જમીનો પર દબાણોના ઘોડાપુર ખડકી દેવાયા છે તેની સામે તંત્ર કાર્યવાહી કરવામાં કેમ વામળુ પુરવાર થવા પામી રહ્યુ છે? આવા સવાલોની સાથે જ અહી આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરવામાં આવેલા શ્રી સરકાર જમીન પરના દબાણો ખુલ્લા કરાવવા માટે વાયોર ગ્રામ પંચાયત દ્વારા જાગૃતીપૂર્વકની વિગતવાર માહીતી સાથે અબડાસા મામલતદારશ્રી તથા અબડાસા પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં અરજી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર અબડાસાના વાયોરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા વાયોર ગામની શ્રી સરકાર સર્વે ન. ૧પ૬, ૧પ૭,, ૧પ૮ તથા સર્વે ન. ૧પ૯માં દબાણ કરવામાં આવેલ છે.સર્વે ન. ૧પ૭માં લેબરકોલોનીનું બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં અંદાજીત ર૦૦થી ૩૦૦ મકાનો બનાવવામાં આવલ છે. સર્વે ન. ૧પ૬થી ૧પ૯ સુધીમાં ફરતી બાઉન્ડ્રી ઉભી કરી દેવામા આવેલ છે તેમજ વાયોર ગામની શ્રી સરકાર જમીનમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લી. વાયોર દ્વારા જે દબાણ કરવામા આવલ છે. દબાણ વાળી જમીન ઉપર કંપની તરફથી વરસોથીી ફરતી બાઉન્ડ્રી ઉભી કરી વિના મંજુરીએ ગેટ નાખ દેવામા આવલ છે તેમજ ફરતી બાઉન્ડ્રીમા સરકારી તળાવ અને ડેમ ઉપર પણ દબાણ કરી દેવામા આવેલ છે. જેથી વાયરો તેમજ આજુબાજુના સીમના ખેડુતો તેમજ પશુપાલકોને ખુબ જ મુશ્કેલી ઉઠાવવી પડી રહી છે.આ મુજબના વાયેરા ગામના શ્રી સરકાર જમીમાં કરવામા આવેલ બાંધકામ ગેરકાયદેસરથી કરવામાં આવેલ છે. તે વેળાસર દુર કરવાવામાં આવે, કંપનીની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામં આવે તેવી માંગ વાયોર જુથ ગ્રામ પંચાયતના સરપંચશ્રી જાડેજા પ્રતાપસીહ તથા ઉપસરપંચશ્રી આઈ.કે.કુંભાર દ્વારા કરવામાં આવી છે. બીજીતરફ આ બાબતે અલ્ટ્રાટેક કંપનીના શ્રી મૈથીને પુછતા તેઓએ અમારી પ્રક્રીયા વહીવટીતંત્ર સાથે ચાલુમાં હોવાનુ માત્ર કહયુ હતુ, દબાણ છે કે નહી, કંપનીની માલીકીની જમીન છે કે કેમ? સહિતના જવાબો તેઓએ દેવાનુ ટાળ્યુ હતુ. તો વળી આ અરજી બાબતે અબડાસાના પ્રાંત અધિકારીશ્રી હર્ષવર્ધન સોલંકીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અરજી બાબતે જરૂરથી તપાસ કરાવીશુ અને જો કંઈ પણ અજુગતુ દેખાશે તો કોઈની પણ શેહશરમ રાખ્યા વિના ધોરણસરની કાયવાહી સરકારના હિતમાં કરવામાં આવશે.