આખરે વાગડની પાંચ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો

0
43

બે શખ્સોની ધરપકડ કરી દોઢ લાખનો મુદ્દામાલ રિકવર કરાયો, અન્ય બેના નામ ખુલ્યા : ગ્રામ્ય વિસ્તારમાં ધોળા દહાડે ખેડૂતોના ઘરમાંથી લાખોના દાગીના ઉસેડાયા હતા

ગાંધીધામ : વાગડ વિસ્તારમાં ચિત્રોડ, બાદરગઢ, પાલનપર તથા રાપર ખાતે થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં પોલીસે બે ઈસમોને પકડીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એલસીબી પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, તેઓ રાપર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન જાણવા મળ્યું કે, આ ઘરફોડ ચોરીઓ રાપરના આથમણા નાકા પાસે રહેતા જયેશ ભચુભાઈ સેજુએ તેના સાગરીતો સાથે મળીને ચોરી કરી છે. આ તમામ ઘરફોડ ચોરીના દાગીના પૈકી અમુક ઘરેણા રાપર અયોધ્યાપુરીમાં રહેતા તુષાર હિતેશ સોનીને વેચ્યા હોવાનું કહેતા બંને ઈસમોની અટકાયત કરી લેવામાં આવી હતી. પુછપરછ દરમિયાન ખડીવાસના કાનજી હમીર મ્યાત્રા અને તકિયાવાસ મહેશ ચૌહાણનું નામ ખુલવા પામ્યું છે. જેથી આ શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોનાની બુટી કિ.રૂા. પ૧ હજાર, સોનાનો સિક્કો કિ.રૂા. પ૧ હજાર, ૩પ હજારની ચેઈન, ૩૭૦૦ રોકડા અને ૧૦ હજારનો ઓપો મોબાઈલ કબ્જે કરી રાપર પો.સ્ટે.માં નોંધાયેલી ૪ અને આડેસરની એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લેવાયો છે. નોંધનીય છે કે, આરોપીઓએ ધોળા દહાડે ઘરમાં ઘુસી જઈને ૧૦ લાખથી વધુની માલમતા તફડાવી હતી