મુંબઈ અને ગઢશીશાના ખેડુત વચ્ચે જમીન મુદ્દે ડખો, સામસામી ફરિયાદ

0
31

મુંબઈનો રહીશને જેસીબી ન ચલાવવા મુદ્દે ત્રણ જણે માર્યો તો સામે પક્ષે ખેતીના પાકમાં નુકસાન કરવાની ના પાડતા મુંબઈના છ જણે ઢીબી નાખ્યો

માંડવી : તાલુકાના ગઢશીશા ગામના માલિકીના સર્વે નંબરમાં જે.સી.બી.થી કામ કરતી વેળાએ ત્રણેક વ્યક્તિઓ ભેગા મળી ગાળો આપી ધકબુસટનો માર મારતા ખેડુતે ફોજદારી નોંધાવી હતી. બીજી તરફ, ખેતરમાં ઉભેલા પાકને નુકસાન કરવાની ના પાડતા મુંબઈના ચાર વ્યક્તિએ માર માર્યાની સામસામી ફરિયાદ નોંધાઈ છે.ગઢશીશા પોલીસ મથકે દીપેન અરવીંદ પટેલ (રહે. મુળ ગઢશીશા, હાલે ઘાટકોપર મુંબઈ)વાળાએ નિકુંજ શાંતીલાલ પટેલ, હેમાંશીબેન નિકુંજ પટેલ અને નૈનાબેન શાંતીલાલ પટેલ (રહે. ગઢશીશા માંડવી) સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીના માલિકીના સર્વે નંબર ૮૭ વાળી જમીનમાં કેમ જેસીબી ચાલુ કરેલ તેમ કહી ફરિયાદીને ગાળો ભાંડી તેમજ સાહેદ સાથે ઝપાઝપી કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે સામાન્ય ઈજાઓ પહોંચાડતા ગઢશીશા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ, નિકુંજ શાંતીલાલ પટેલ (રહે. ગઢશીશા)વાળાએ દિપેન અરવીંદ પટેલ, શીતલ પાટીલ તથા અજાણયા ચાર પુરુષ અને એક સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ખેતરમાં પાકને નુકસાન કરતા હોઈ પાકને નુકસાન કરવાની ના પાડતા ઉશકેરાઈ જઈ મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમજ પાકને પ૦ હજારનું નુકસાન પહોંચાડયું હતું.