ફ્રી ટ્રેડ ઝોનમાં આવેલી કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા વ્યાપક નુકસાન

0
33

ગાંધીધામ : ફ્રી ટ્રેડ ઝોનમાં આવેલી ઓમ સિદ્ધિ વિનાયક ઈન્ફ્રેકટ નામની ખાનગી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા વ્યાપક નુકસાન થયું હતું. આદિપુરમાં રહેતા કંપનીના મેનેજર હરદિપસિંગ ગુરૂચરણસિંગ ઉપલે જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં જુના કપડા શોર્ટેજ કરવાની કામગીરી કરવામાં આવે છે. ગત ર૬ તારીખે રાત્રે ૯ વાગ્યાના અરસામાં કંપનીમાં આગ લાગી હતી. જે સતત બે દિવસથી જવાળાઓ સમી નથી. આગ બુઝાવવા માટેના તમામ પ્રયાસો કરવા છતાં આગ ઓલવાઈ નથી. આગના કારણે ગોડાઉનમાં રહેલા સતત સ્ટોક બળીને ખાખ થઈ જતાં મોટુ નુકસાન થયું છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.