ઉમેદવારી પૂર્વે યોજાયેલ સ્નેહમિલનમાં આગેવાનનો ઉદ્દગાર :: રાપરમાં વિરેન્દ્રસિંહનો ઐતિહાસિક વિજય નિશ્ચિત

0
58

વિધાનસભા બેઠક પર વીધીવત દાવેદારી નોંધાવતા પૂર્વે યોજાયેલ સ્નેહમિલનમાં વાગડ વિસ્તારમાંથી ઉમટેલા આગેવાનો, મોભીઓએ વ્યકત કર્યો વિશ્વાસ : વિરેન્દ્રસિહના સ્નેહમિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર વાગડ પટ્ટાામં મારી કર્મભૂમિનું ઋણ અદા કરવા સદાય રહીશ સંકલ્પબદ્વ : વિરેન્દ્રસિંહે વ્યકત કર્યો કર્તવ્ય ભાવ

ગાંધીધામ : વિધાનસભાની ચૂંટણીઓનો માહેાલ હવે જામી રહ્યો છે. કચ્છમાં પણ ભાજપે બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા બાદ આજ રોજ કચ્છની રાપર વિધાનસભા બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ વીધીવત ઉમેદવારી નોધાવતા પહેલા એક વિશાળ જનસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં આખાય વિધાનસભા વિસ્તારમાથી ઉપસ્થિતી અગ્રણીઓ, મોભીઓ સહિતનાઓએ એક જ સુરે વિશ્વાસ કરતા કહ્યુ હતુ કે, રાપર વિધાનસભા બેઠક પર વિરેન્દ્રસિંહનો ઐતિહાસીક વિજય થશે.બીજીતરફ વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ તેમની કર્મભુમી વાગડ વિસ્તારમાં સેવા કરતા અને ઋણ અદા કરવા તેઓ સદાય તત્પરતા સાથે કટીબદ્ધ રહેશે તેવો કર્તવ્યભાવ દર્શાવ્યો હતો.

 પૂર્વે સવારે ૧૧ કલાકે રાપરની લેવા પટેલ સમાજવાડી ખાતે કાર્યકર મિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, સામાજીક અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે વિરેન્દ્રસિંહ જાડેજાએ વાગડ પંથકની જનતાની સેવા કરવાની તક આપવા બદલ પાર્ટી હાઈકમાન્ડ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. રાપરની બેઠક પર જંગી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી વિજયી થશે તેવો વિશ્વાસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ વ્યકત કર્યો હતો.

પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું કે, પુનઃ ભુલનું પુનરાવર્તન ન થાય તે જાેવા ખાસ આહ્‌વાન કર્યું હતું. વાગડમાં કમલ ખીલે તે માટે જંગી બહુમતીથી ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાને જીત અપાવવા કાર્યકર્તાને અપીલ કરી હતી. કુલદીપસિંહ  જાડેજા અને મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું કે, જે રીતે માડવી-મુન્દ્રાનો વિકાસ થયો છે તે રીતે વાગડનો વિકાસ પણ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવશે. આજ રોજ યોજાયેલ સ્નેમહિલન કાર્યક્રમમાં સંધ્યાગીરી આશ્રમના મહંત ભગવતગીરી બાપુ, રાપર મોમાયમોરાના મહંત શુભમગિરિ બાપુ, કબરાઉ મોગલધામના સામતભા ઋષિ, વિરેન્દ્રસિંહ જાડેજા, પંકજભાઈ મહેતા, અંબાવીભાઈ વાવીયા, ધનીભાઈ વાવીયા, રાજુભાઈ ચોધરી, માદેવાભાઈ વાવિયા, અનોપસીહ વાઘેલા, કાનજીભાઈ ગોહિલ, રાજભાઈ બારી, રામજીભાઈ સોલંકી, અરજણભાઈ રબારી તથા મંડળના પ્રમુખો નશાભાઈ, ઉમેશભાઈ, વાઘજીભાઈ, મંડલના મહામંત્રીઓ રામજીભાઈ, લાલજીભાઈ કાનજીભાઈ પટેલ, મેહુલભઈ જાેશી તથા જિલ્લા પંચાયતના આગેવાનોમાં લક્ષ્મણસિહ સોઢા, વણવીરભાઈ સોલંકી, જનકસિહ જાડેજા, ભગાાઈ આહીર, ભચુભાઈ વૈદ, મહાવીરભાઈ જાેગુ, તથા તાલુકા પંચાયત રાપરના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ઉપરાંત નગરપાલિકાના વાલજીભાઈ વાવિયા, હઠુભા સોઢા, ભીખુભાઈ સોઢા, રામજીભાઈ પીરાણા, નિલેશભાઈ માલીભચાઉ વિસ્તારમાંથી વિવિધ અગોવાનો વનરાજસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, ભરતસિહ જાડેજા, વાઘુભા જાડેજા, શંકરભાઈ આહીર, ચીના મહારાજ, ટીના મહારાજ, નરેન્દ્રદાન ગઢવી, રૂપેશભાઈ આહિર, શંકરભાઈ આહિર, રમેશ બાબુલાલ સુથાર, રામજીભાઈ આહીર, આઈ જી જાડેાજા, ઈલાબેન શાહ, જાગૃતીબેન શાહ, ભચાઉ નગરપાલિકાના કલાવંતીબેન જાેશી, તાલુકા પંચાયતના  માધીબેન વાવીયા, પાર્વતીબેન વરચંદ, વશરામ સોલંકી, ગોપાલભાઈ છાંગા, દેવરાજભાઈ પટેલ, વાઘુભા જાડેજા, હમીરભાઈ આહિર ઉપરાંત મુંદરા નગરપાલિકા પ્રમુખ કિશોરસીહ તથા મુંદરા શહેર ભાજપ પ્રમુખ પ્રણવ જાેશી સહિતના આગેવાનો ઉપરાંત સમર્થકો અને કાર્યકર્તાઓે પણ મોટીસંખ્યામાં હાજર રહ્યા હતા.

રાપર બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ વિધિવત નોંધાવી દાવેદારી

સમર્થકા-ટેકેદારો સાથે ભચાઉ પ્રાંત કચેરી ખાતે વિજય મુર્હતે ભર્યુ ફોર્મ : વિજયનો વ્યકત કરાયો વિશ્વાસ

ભચાઉ : રાપર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરેન્દ્રસિંહ જાડેજાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. માંડવીના વર્તમાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની બેઠક બદલી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને રાપર બેઠકના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ત્યારે આજે બપોરે ૧ર.૩૯ કલાકે વિજયમુહૂર્તમાં તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. રાપર બેઠક પર વિરેન્દ્રસિંહ જાડેજાનું નામ સતાવાર જાહેર થતા ભાજપ લીગલ સેલ અને આચારસંહિતા વિભાગના હોદ્દેદારો દ્વારા ચૂંટણી પંચની માર્ગદર્શિકાના આધારે નામાંકન પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. કાર્યકર મિલન બાદ વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ પ્રાંત કચેરી ખાતે રિટર્નીંગ ઓફિસર કે.આર. ચૌધરી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.