નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમ માટે નોંધણી કરાશે

0
28

નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા ઓકટો-૨૦૨૨ માસ દરમિયાન નાગરિક સંરક્ષણની બેઝિક તાલીમ આપવાનું આયોજન કરાયું છે. આ તાલીમમાં જે સભ્યો (નાગરિકો) ભાગ લેવા માગતા હોય તેમણે નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ, એકોર્ડ હોસ્પિટલ સામે મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ ફોન નંબર (૦૨૮૩૨-૨૩૦૬૦૩) દરમિયાન ફોન કરી નોંધણી કરાવવાની રહેશે. અથવા કચેરીએ રૂબરૂ નોંધણી કરવાની રહેશે તેવું ટ્રેઈન્ડ ઈન્સ્ટ્રકટ નાગરિક સંરક્ષણ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.