કચ્છમાંથી સીએમનો ચૂંટણીના નગારે ઘા

0
44

  • મુંદરા-અબડાસામાં ભુપેન્દ્ર પટેલનો વિજય વિશ્વાસ સંકલ્પ

ગાંધીધામ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છમાં છે. તેઓએ ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાવ્યું હતું તો ભાજપના અન્ય ટોચના ઘણા નેતાઓ પણ ફોર્મ ભરવા ઉમેદવારો સાથે સૌરાષ્ટ્રમાં જોડાયા છે.આજ રાજ રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં આયોજીત બે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજર રહી અને ચુંટણીના નઘારે ઘા મારી દીધો છે. તેઓએ મુંદરા ખાતે ભાજપના ઉમેદવાર અનિરૂદ્ધ ભાઈલાલભાઈ દવેની સત્તાવાર દાવેદારી નોધાવતી વખતે અહીથી ભાજપનો ભવ્ય વિજય થવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેઓએ નરેન્દ્રભાઈ મોદી સરકારના વિકાસ એજન્ડા પર તથા ગુજરાતની ડબલ એન્જીન સરકારના કામો પર પ્રજાજનો મેન્ડેટ આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તો વળી આજે બપોરે નલીયામાં આવેલા જંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સભા સંબોધી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મજબુત ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા બેઠક પરથી ફોર્મ ભરતા તેમની સાથે મુખ્યમંત્રી ખુદ જોડાયા હતા.