ચૂંટણીનો કકળાટ : માંડવીમાં આયાતી ઉમેદવારને ઉતારાતા કોંગ્રેસમાં ભારોભાર આંતરિક વિદ્રોહ..!

0
35

  • પંજાએ હાથ વગી ઉજળી તક ગુમાવી દીધી..? તજજ્ઞો

કોંગ્રેસનો ઉમેદવાર ભાજપમાંથી આવે દિવસોજ થયા હતા ને ધારાસભ્યની ટીકીટ આપી દેવાતા કોંગ્રેસીઓ નારાજ : આવી સ્થિતિ વચ્ચે બેની લડાઈમાં આમ આદમી પાર્ટીનો સ્વચ્છ છબી ધરાવનાર લોકપ્રીય ઉમેદવાર સફળતા મેળવી જાય તો નવી નવાઈ નહીં : રાજકીય વિશ્લેષકોનો મત

યુરીયા ખાતરને લઈને માંડવી પટ્ટામાં ખેડુતોને છે મોટી હાલાકી : ખેેડુતો-ખાતરની તંગી ભાજપનો ભોગ લઈ શકે
મુંદરામાંથી પણ જુના જોગીઓ સમાન કઈક સક્ષમ દાવેદારો નવા સવા આવેલા આયાતીને ટિકિટ આપી દીધી હોવાથી કેટલાક નિષ્ક્રીય બની ગયા તો કેટલાક બળવાખોરીને અંજામ આપી રહ્યા હોવાની ચર્ચા : તો વળી કેટલાક ભાજપની તરફેણમાં પંજાની છાવણીમાં બેસીને કમળને ખીલવવા લાગી ગયા છે કામે..!

માંડવીમાં આ વખતે ખેલાય છે ત્રિપાંખીયો જંગ, કચ્છ આખાયમાં આમઆદમી પાર્ટીની અસર માંડવી બેઠક પર જોવાય છે, ઉમેદવાર કૈલાશદાન ગઢવી ભાજપ માટે બનશે મોટા પડકાર : જો કે, આ સ્થિતીનો લાભ લેવો, વોટસને એન્કેશ કરવાની તક પણ કોંગ્રેસે અહી આયાતી ઉમેદવારને થોપી દેતા ચુકી જવા પામી હોવાનો દેખાય છે વર્તારો

ભાજપમાં તાલુકા પંચાયત કક્ષાએ સક્રીય રહેલા ઉમેદવાર કોંગ્રેસમાં આવ્યાને ગણતરીના કલાકોમાં જ વિધાનસભાની ટિકીટો ફાળવાઈ જતા, સ્થાનિક કોગ્રેસના સક્ષમ, અગ્રણીઓ,દાવેદારોમાં સર્જાયો છે મોટો અસંતોષ

ગાંધીધામ : ગુજરાતની વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સામે સત્તાવિરેાધી લહેરથી માંડી અને અનેકવીધ પડકારો મોટું મોઢું ફાડી રહ્યા હતા અને આવામાં મતદારો, ગુજરાતની પ્રજાને પોતા તરફી વાળવાની દીશામાં કોંગ્રેસની માટે મોટી અને ઉજળી તકો રહેલી હતી પરંતુ જાણે કે, કોંગ્રેસે ટિકિટોની વહેંચણીના બદલે વેંચણી જ કરી હોય, વહીવટ જ કર્યો હોય, વેપાર જ કરી દીધો હોય તેવા તકસાધુ ઉમેદવારોને અમુક જગ્યાએ ટકિટો ફાળવીને ચૂંટણી લડતા પહેલા જ ખુદની હારનો માર્ગ નિંશ્ચિત કરી લીધો હોય તેમ દર્શાય છે.રાજકીય વિશ્લેષકો દ્વારા કચ્છમાં પણ આવી જ એક બેઠકની સ્થિતી જોઈ રહ્યા છે. કચ્છમાં માંડવી-મુંદરા વીધાનસભામાં કોંગ્રેસને આ વખતે ચુંટણી જીતવાનો ભારોભાર ચાન્સ રહેલ હતો. જરૂરથી કોંગ્રેસના સમર્પિત, પીઢ અને જીલલાકક્ષાએ રાજકારણમાં સેવા બજાવી ચુકેલા ઉમેદવારને મેદાનમાં ઉતારવાની. તેના બદલે કોંગ્રેસે તો ભાજપમાં હેતુઓ બર ન આવતા છેડો ફાડી અને પંજામાં જોડાયેલા નવાસવા આવેલા શખ્સને ટિકિટ આપી દીધી છે. અહી જેને ગાળો આપતા હોઈએ તે જ પક્ષમાંથી હવે ટિકિટ મેળવીને ઉમેદવારી કરીએ એટલે સિંદ્વાંતો અને નીતીમત્તાઓ તો આપણી કેટલી છે તે મતદારો સીધુ જ સમજી જતા હોય છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આવા તત્વોને મતદારો કે પ્રજાજનોની સેવાનુ કઈ જ હોતુ નથી, કાલે સવારે ફરીથી અહી તેમના હેતુઓ બર નહી આવે તો તેઓ કોંગ્રેસને પણ અહી બાય બાય કરતા વાર નહી કરે..! કોંગ્રેસના જેઓ પ્રાથમિક સભ્ય પણ ન હોય અને એકાએક જ ટિકિટ તેમને ફાળવી દેવાય તો વરસો સુધી કોંગ્રેસમાં જેમણે પરસેવાના જગ્યાએ લોહી રેડયા હોય, મહેનત કરી હોય, કાર્યાલયોમાં દોડી દોડીને ચપલાઓ ઘસી નાખ્યા હોય તેઓમાં તો નારાજગી, અસંતોષ થાય તે સહજ જ કહી શકાય તેમ છે. આવી જ સ્થિતી માંડવી પંજામાં પણ બની જવા પામી ગઈ છે. આયાતી ઉમેદવારને અહી રાતોરાત લોટરી લગાડી દીધી હોય તેમ ટીકીટ વહેચી દેવાઈ હોવાથી માંડવી-મુંદરા કોંગ્રેસમાં પણ આંતરીક વીદ્રોહ ભભુકી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારેલા અગ્ની જેવી સ્થિતી સર્જાઈ જવા પામી છે અને તે ખુલ્લીને ગમે તે ધડીએ બહાર આવવા પામી શકે તેમ છે.જાણકારો કહી રહ્યા છે કે, કોંગ્રેસને માટે આ વખતે પ્રતિસ્પર્ધી ઉમેદવારને લઈને ઘણા સારા ચિહ્નો રહેલા હતા. અગાઉ વિરેન્દ્રસિહ જેવા જાયન્ટ કિલર આ બેઠક પર ઉભરી આવેલા હતા એટલે કોગ્રેસને માટે કદાચ કપરૂ બની શકે તેમ હતુ પરંતુ આ વખતે તો ચિત્ર પંજા તરફે સુચારૂ જ જોવાઈ રહયુ હતુ. પરંતુ તાલુકા કક્ષાએથી માંડવી તાલુકામાં ભાજપમાં સક્રીય રહેનારને મેદાનમાં ઉતરી એટલે સામેપક્ષે હવે લાપસીમાં લીટ્ટા સમાન જ સ્થિતી બની જાય તેમ છે. અહી આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. કચ્છ આખાયમાં આમઆદમી પાર્ટીનુ જોર હાલમાં માંડવીમાં વીશેષ જોવાય છે. માંડવીના આપના ઉમેદવારની ચૂંટણી તૈયારીઓ, સંગઠનાત્મક કાર્યવાહી, લોકપ્રતિસાદ, ખુદની સીએમ તરીકેની પ્રતિષ્ઠા બધુ જ બરાબરનુ કામ કરી રહ્યુ છે. એટલે અહી ભાજપના ઉમેદવારને માટે આપ પડકારરૂપ જ બની રહે તેમ છે. અને સૌ કોઈ જાણે છે કે, શહેરી વિસ્તારમાં આપ જયા જયા અસરકારક છે ત્યાં ભાજપના જ મતોમાં તેનુ વિભાજન થવાનું છે. જો આવામાં કોંગ્રેસે અહી કોંગ્રેસ સમપિત, સક્ષમ, લોકપ્રીય, પીઢ, સંગઠનની વિશાળ ફોજ ધરાવનાર ઉમેદવારને ટિકિટ આપી હોત તો ચોકકસથી અનેકવીધ ફાયદાઓ કોંગ્રેસની જીતના અહી દેખાતા હતા. પરંતુ કોગ્રેસે એવા નિષ્ક્રીય, અને આયાતી ઉમેદવારને થોભી દીધા કે, અહી કોંગ્રેસનું સંગઠન તો નિષ્ક્રીય બની જ જવા પામ્યુ છે તેની સાથોસાથ જ હવે સક્ષમ અને મજબુત દાવેદારોમાં આતંરીક વિદ્રેાહનો પણ મોટો ગણગણાટ ઉભો થવા પામી ચૂકયો છે. જોઈએ, આવનારા સમયમાં આ વિદ્રોહ કેવો વિસ્ફોટ માંડવી પટ્ટામાં સર્જી જાય છે..!