વિરાણી પાસે બોલેરોએ ટક્કર મારતા વૃદ્ધ બાઈક ચાલકનું મોત

0
184

ભુજ : નખત્રાણા તાલુકાના વિરાણી માર્ગ પર સંતકૃપા વિદ્યાલય નજીક મોટર સાઈકલથી જઈ રહેલા ૭૦ વર્ષીય વૃદ્ધને બોલેરોએ ભટકાવીને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, વૃદ્ધને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલનસ મારફતે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ લખપત તાલુકાના ઘડાની ગામે રહેતા ખીમજીભાઈ માવજીભાઈ ગોગારી (ઉ.વ.૭૦) પોતાની બાઈકથી ગઈકાલે બાર વાગ્યાના અરસામાં વિરાણી માર્ગ પર જઈ રહ્યા હતા, દરમિયાન બોલેરો ચાલકે બાઈક સાથે ભટકાવી માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હતભાગીને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે નખત્રાણા પોલીસે આગળની તજવીજ હથા ધરી હતી.