ધારાસભ્યની રજૂઆતની અસર : ગાંધીધામના રોડ-રસ્તાના કામોને મંજૂરી

0
32

ગાંધીધામ :  ગાંધીધામ મતવિસ્તારનાં લોકપ્રિય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની રજુઆતને ધ્યાને લઈને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ-૨૦૨૨-૨૩ હેઠળ રસ્તાઓના બાંધકામ કામગીરી માટે રૂ.૨૧.૮૫ કરોડના જાેબ નંબર ફાળવી

આપવામાં આવ્યા છે. આ રસ્તાઓની કામગીરીમાં ગાંધીધામ તાલુકાનાં કિડાણા-ભારાપરથી મીથાવાડ રોડ રૂ.૧૨૫ લાખ, શિણાય એસ.એચ. થી આત્મીય શાળા રોડ માટે રૂ.૭૫ લાખ, પડાણાનાં જવાહરનગર રોડથી મોડવદર સીમાડા રોડ માટે રૂ.૬૦ લાખ, ગળપાદર મલયાલમ નગરથી શર્મા રિસોર્ટ રોડ માટે રૂ.૨૧૦ લાખ, ભચાઉ તાલુકાનાં બંધણી-કુંભારડી રોડ માટે રૂ.૩૬૦ લાખ, ચોપડવા-ભચાઉ રોડ માટે રૂ.૨૨૫ લાખ, વિજપાસરથી ધરાણા (સુચિત લંબાઈ લખપત પાબુદાદા સુધી) રોડ માટે રૂ.૨૮૦ લાખ વોંધડાથી વોંધ રોડ માટે રૂ.૩૦૦ લાખ,

વિજપાસર લખાવટ રોડથી રાજબાઈ માતાજી મંદિર રોડ રૂ.૫૦ લાખ, યશોદા ધામથી નાની ચિરઈ રોડ માટે રૂ.૨૫૦ લાખ, નાની ચિરઈ થી પસુડા રોડ માટે રૂ.૨૫૦ લાખ, કુલ્લે રૂ.૨૧.૮૫ કરોડ, ગાંધીધામ મતવિસ્તાર હેઠળ આવતા રસ્તા કામો માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે જાેબ નંબર ફાળવી દીધા છે અને થોડા સમયમાં આ રોડ રસ્તાની કામગીરી શરૂ થશે એમ યાદીમાં જણાવાયું છે. વધુમાં ખાતાની યાદીમાં જણાવ્યા પ્રમાણે આ રસ્તાના કામોમાં જંગલ કટીંગ, માટી કામ, મેટલ કામ, ડામર કામ, સી.સી.કામ જરૂર જણાય જ્યાં નાળા કામ/સ્ટ્રક્ચર કામ વગેરે કામો આવરી લેવામાં આવ્યા છે. રસ્તાના આ કામો જલ્દીથી પૂરા કરવામાં આવશે. ધારાસભ્યશ્રી માલતીબેન તરફથી રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રીનો આભાર માન્યો હતો. ગાંધીધામ તાલુકા પંચાયત અને ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી આ રોડ રસ્તાના કામની મંજૂરી મળવાથી રાજ્ય સરકાર અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં લોકોને વાહન વ્યવહાર તથા આરોગ્ય લગતી મૂશ્કેલીમાં આ રસ્તા કામને કારણે ઘણી સગવડ મળશે એમ બંને તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રી એ ભવિષ્યમાં પણ વધુ રોડ-રસ્તાના કામો કરવામાં આવશે એવી રાજ્ય સરકાર તરફથી  ખાત્રી આપી હતી.