પૂર્વ કચ્છ એસઓજીની ટીમનો સપાટોઃ ગાંધીધામ-ભચાઉ હાઈવે પરથી ડીએપી ખાતરના બેનંબરી હેરફેરનો પર્દાફાશ

0
37

  • મંજૂરી વગર વેચાણ કરતા હોઈ પાંચ લાખના ખાતર સાથે રપ લાખનો મુદ્દામાલ કબજે : વધુ તપાસ-છાનબીન હાથ ધરાઈ

ગાંધીધામ : છેલ્લા કેટલાક સમયથી ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરમાં ભેળસેળની પ્રવૃતિ વધી છે તેમજ ખેતીમાં વપરાતા અમુક ખાતરનો જથ્થો ખેડૂતોને મળવાને બદલે ટીમ્બર કંપનીઓમાં ઠલવાઈ જતો હોવાના આક્ષેપો ઉઠતા જ રહે છે. જેના કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો મળતો નથી. તેમજ તેમાં ભેળસેળ પણ થતી હોય છે ત્યારે ગાંધીધામથી ભચાઉ જતા સર્વિસ રોડ પર હોટલ સમાના પાર્કિંગમાં સીટીસી ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે હીરાલાલ કોજારામ ગોદારા વાળાએ પોતાના કબજાના ટ્રેલરમાં લુઝ ડીએપી ફર્ટીછલાઈઝ ખાતર રાખી તેનું વેચાણ કરી કોઈ આધાર પુરાવા ન રાખ્યા હોઈ એસઓજી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી ૪૧,૩૭૦ ટન ફર્ટીલાઈઝ ખાતર કિંમત રૂા. ૪,૯૬,૪૪૦ તેમજ ર૦ લાખનું ટ્રેલર નંબર આર.જે.૦૭ જીસી ૪રર૪ મળી રપ લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી હીરાલાલ સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેની તપાસ એસઓજીએ પોતાની પાસે રાખી છે. અને આગળની તપાસ એસઓજીના શ્રી એમ.એમ.ઝાલા ચલાવી રહ્યા છે.
આ બાબતે શ્રી ઝાલાની સાથે વધુ વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, આ કેસની આગળની તપાસ ધોરણસરની ચાલુમાં છે. તપાસ દરમ્યાન જે વિગતો બહાર આવતી જશે તે અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ડીએપી ખાતરનો જથ્થો કયાંથી લવાયો? કયાં લઈ જવાતો હતો?

ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજીની ટુકડી દ્વારા સરકારી ખાતરનો જથ્થો ઝડપી પાડયો છે ત્યારે અહી તપાસ કરવી જોઈએ કે, ડ્રાયવર આ જથ્થો લાવ્યો કયાંથી હતો? કોના દ્વારા આ સરકારી જથ્થો ડ્રાયવરને અપાયો છે? ડ્રાયવર આ સરકારી ખાતરનો જથ્થો કયાં લઈ જતો હતો? જો આ દિશામાં તટસ્થ અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે તો મોટા ઘટસ્ફોટ થવા પામી શકે તેમ મનાઈ રહ્યુ છે.

પાર્કીંગ પ્લોટવાળો તથા ટ્રાન્સપોર્ટરને પણ મોકલવું જોઈએ તેડુ..

ગાંધીધામ : પૂર્વ કચ્છ એસઓજી દ્વારા જે સરકારી ખાતરનો જથ્થો પકડાયો છે તેમાં તપાસ દરમ્યાન હકીકતમાં જે પાર્કીંગ પ્લોટ પાસેથી ખાતરનુ વાહન પકડાયુ છે તથા જે ટ્રાન્સપોર્ટરની ઓફીસ અને ગોડાઉન સહિતની આસપાસમાં આ વાહન ઝડપાયુ છે તેને પણ પોલીસે તેડાવી અને ગંભીર રીતે તપાસ કરવી જોઈએ તો અનેકવીધ મોટા ખુલાસા થવા પામી શકે અને અંતિમ લીક સુધી પણ પહોચી શકાય તેમ મનાય છે.