મુંદરામાં ઈ-સિગારેટકાંડ : કસ્ટમના ભ્રષ્ટ તત્વોને ડામો : તો જ સિગારેટ સ્મગલર્સને લાગી શકે બ્રેક.!

0
23

  • આમીયાચંદ્ર પર સીબીઆઈની તવાઈ બોલાવો

મુંદરામાથી ફરી ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો : બેંંગ્લોરની ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની બાતમીના
આધારે બે કરેાડથી વધુની ઈ-સીગારેટનો જથ્થો લેડીઝ લેગિન્સની આડમાં આવતો ઝડપી શકાયો – સ્થાનિક કસ્ટમતંત્રને તો સીધી કોઈ ગંધ આવી જ ન હતી..!

ઈ-સીગારેટના પ્રથમ ઝડપાયેલા કન્સાઈનમેન્ટ ઝડપાયા ટાંકણેથી જ કસ્ટમના એક પૂૃર્વ ડીસીનુ નામ-વેરહાઉસ આ પ્રકરણમાં ખુબ જ ચર્ચામાં રહ્યુ છે, પરંતુ તેની સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી, નાના એકલ-દોકલ અધિકારીઓને કચ્છ બહાર ધકેલી દઈ કામગીરી કરી લીધાનો મનાઈ ગયો છે સંતોષ

ગાંધીધામ : મુંદરામાંથી પ્રતિબંધિત વિદેશી ઈસિગારટના કરોડોના જથ્થાઓ ઝડપાવવાનો સીલસીલો અવિરત યથાવત જ રહેવા પામી ગયો છે. અગાઉ સુરતમાં ર૦ કરોડની અને તે બાદ મુંદરા ખાતેના એક સીએફએસમાંથી ૪૮ કરોડનો સિગારેટનો તગડો જ્થો એજન્સીઓ દ્વારા પકડી પાડવામા આવ્યો છે તેમાં વધુ એક કડી ઉમેરાઈ હોય તેમ વધુ બે કરોડની રકમની ઈ સિગારેટ પકડાઈ છે. આ વખતે આમ તો કસ્ટમ વીભાગના રૂટીન એકજામિનેશનમાં આ સિગારેટ પકડાઈ હોવાનુ કહેવાય છે પરંતુ તેમાં ઈનપુટસ બેંગ્લારૂ ડીઆરઆઈ દ્વારા અપાયા હોવાનુ મનાય છે. તો પછી અહી જેાવાની વાત એ છે કે, અગાઉ પણ સુરત ડીઆરઆઈ, અમદાવાદ ડીઆરઆઈને બાતમીઓ મળી અને કરોડોની ઈ સિગારેટ અહીથી પકડાઈ, હાલમાં પણ બેંગ્લોર ડીઆરઆઈના ઈનપુટસના આધારે સિગારેટ પકડાઈ તો પછી મુંદરામાં દરીયાઈ વાણીજય વેપાર માટે તૈનાત રખાયેલ કસ્ટમ વિભાગ અને તેના અધિકારીઓ શું અગરબત્તી કરવા જ છે? તેમને કેમ આવા કન્સાઈનમેન્ટ આવી રહ્યા હોવાની ગંધ સ્વતંત્ર રીતે મળવા પામતી જ નથી? બીજીતરફ મુંદરા સેઝ હોય કે, મુંદરાના કેાઈ સીએફએસનો વિષય, તેમાથી આવા પ્રતિબંધિત ઈસીગારેટના જથ્થાઓ બરામદ થવા પામી રહ્યા છે તો પછી મુંદરામાં કસ્ટમના અધિકારીઓની સામે કેમ કોઈ કડક કાર્યવાહી થતી જોવાતી નથી.? અહી યાદ અપાવી શકાય કે,ઈ-સીગારેટના પ્રથમ ઝડપાયેલા કન્સાઈનમેન્ટ ઝડપાયા ટાંકણેથી જ કસ્ટમના એક પૂૃર્વ ડીસીનુ નામ-વેરહાઉસ આ પ્રકરણમાં ખુબ જ ચર્ચામાં રહ્યુ છે, પરંતુ તેની સામે કોઈ જ કાર્યવાહી કરાતી નહી, નાના એકલ-દોકલ અધિકારીઓને કચ્છ બહાર ધકેલી દઈ કામગીરી કરી લીધાનો સંતોષ મનાઈ ગયો છે. ખરેખર જયા સુધી મુંદરામાં કસ્ટમ વિભાગમાં સામુહિક સાફસફાઈ નહી કરવામાં આવે ત્યા સુધી આવા મિસડીકલેરેશન કરનારા કૌભાંડીઓને કોઈ જ ડામી નહી શકે.

મુંબઈની મનીષ માર્કેટમાં કન્સાઈનમેન્ટ ઠલવવાનું હોવાનો ખુલાસો
ગાંધીધામ : મુંદરા કસ્ટમ દ્વારા એકઝામિશેન દરમ્યાન જે ઈ સિગારેટ પકડી પાડી છે તે કન્સાઈન્મેન્ટ મુંદરા થઈ અને મુંબઈની મનીષ માર્કેટમાં જઈ રહ્યુ હોવાનુ માલુમ પડયું છે. લેડીઝ લેન્ગીગ્સનો જથ્થો મુંબઈની પ્રખ્યાત મનીષ માર્કટમાં ઠાલવવાનો હતો અને સંભવત ત્યાથી લેગ્ગીન્સની આડમાં આવેલ સિગારેટનો જ્થ્થો સરકરવાનો હતો.

ર કરોડની ઈ-સીગારેટ પકડાઈ, આંક વધશે!
ગાંધીધામ : મુંદરામાથી વધુ એક કન્સાઈનમેન્ટ ઈ સિગારેટની તપાસના રડારમાં આવી જવા પામયુ છે. મુંદરામાં કસ્ટમવિભાગ દ્વારા રૂટીન ઈન્વેસ્ટીગેશનમાં બે કન્ટેનરમાથી ૧૦થી ૧ર જેટલા બેાક્ષ મળી આવ્યા છે જેમાં ઈ-સીગારેટનો જ્થો મળ્યો છે. હજુ એક તપાસ હેઠળ હોવાથી આ આંક કદાચ વધી શકે તેવી આશંકાઓ દર્શાવાય છે.

આયાતકાર અલગ પણ આશીફ શાટ્ટી-ભુજની મંડળીથી ચોકકસથી નીકળશે કડી..!
આશીફ પાસે ૧૦થી વધુ અલગ અલગ લોકોના આઈઈસી હતા, એટલે તેણે અલગ અલગ આઈઈસી પર મંગાવ્યો હોઈ શકે છે ઈ સિગારેટનો જથ્થો
ગાંધીધામ : ચાઈનાથી ટોયઝની આડમાં ઈ-સિગારેટનો જથ્થો પ્રથમ ર૦ કરોડ અને તે બાદ ૪૮ કરોડનો જે ગેંગનો મુંદરામાં અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ દરમ્યાન પકડી પાડયો છે તેના આ વખતે આયાતકાર અલગ હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. પરંતુ જો એજન્સી કડબદ્ધ રીતે તપા આદરશે તો ચોકકસથી આશીફ સાટટ્ટી આણી ભુજવાળી ગેંગ સુધી આ કન્સાઈનમેન્ટના પણ તાર જોડાશે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.