લોકડાઉન બાદ ચીપ્સની અછતથી ઓટોમોબાઈલ સેકટરની ગાડી હજુયે પાટે નથી ચડી

0
30

ફોરવ્હીલર કારના દરેક મોડેલમાં છથી આઠ માસનું વેઈટિંગ, દિવાળીએ વાહનોની ડીલીવરી અશકય

ખાસ કરીને ડિઝલ વર્ઝનમાં લાંબુ વેઈટિંગ હોવાથી અન્ય રાજયમાંથી વાહનો ખરીદવાની પરીસ્થિતિ ઉભી થઈ

ભુજ : દશેરાથી દિવાળી સુધી ઓટોમોબાઈલ સેકટરની બજાર ભારે ગરમ રહે છે, લોકડાઉનમાં ચીપ્સની મંદી ઉભી થયા બાદ હજુ સુધી ઓટોમોબાઈલ સેકટરની ગાડી પાટે નથી ચડી તેવુ ચિત્ર ઉપસ્યું છે. દરેક કંપનીના હોટફેવરીટ મોડેલમા છથી આઠ માસનું વેઈટિંગ હોવાથી દિવાળીએ ડિલીવરી ઈચ્છતા માલિકોને ગાડી મળવાની શકયતા ઓછી છે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

તહેવારના દિવસોમાં બેંક દ્વારા લોનની સ્કીમો અપાતી હોય છે તેમજ કંપનીઓ તરફથી પણ સારા બોનસ, કેશબેક અને ડિસ્કાઉન્ટ અપાતા હોય છે જેથી સારા દિવસોમાં લોકો નવા વાહનોની ખરીદી કરતા હોય છે. દિવાળીના તહેવારમાં હજારો વાહનોનું બુકિંગ હોય છે પણ અમુક સમયે શોરુમ સંચાલકો ગ્રાહકોની માંગ સ્વિકારી શકતા નથી. છેલ્લા બે વર્ષથી ઓટોમોબાઈલ સેકટરમાં ચીપ્સને કારણે ગ્રાહકોની માંગને પહોંચી શકાતું નથી. દિવાળી માટે દરેક કંપનીના હોટ ફેવરીંટ મોડેલમાં છથી આઠ માસનું વેઈટીંગ બુકિંગ કરનારા ગ્રાહકોને કહી દેવાયું છે તેમ છતાંય કયાંક અન્ય શોરુમ પાસે વધેલા સ્ટોકમાંથી વાહનની ડિલીવરી કરાવી આપવાની શકયતા પણ સેવાઈ છે.

હ્યુંડાઈ કંપનીના ડિઝલ મોડેલમાં સૌથી વધુ ઉપયોગ થતી કાર-એસ.યુ.વી.માં છથી આઠ માસનું વેઈટીંગ છે, ગ્રાહકો તરફથી બુકીંગ કરી દેવાઈ છે પણ દિવાળીએ ડિલીવરી મળી શકે તેવી શકયતા ઓછી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે, બીજી તરફ મારુતી સુઝુકી કંપનીની પેટ્રોલ અને પેટ્રોલ વીથ સીએનજી ગાડીઓમાં પણ ત્રણથી ચાર માસનું વેઈટિંગ હોવાનું સુત્રો જણાવ્યું હતું. હોન્ડા કંપનીના મોડેલ માટે દિવાળીનું બુકિંગ મળ્યું છે પણ દિવાળી ટાણે ડિલીવરી થઈ જશે તેવી શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ ટોયોટા કંપનીના અમુક ડિઝલ મોડેલના સ્ટોકની અછત હોવાથી અન્ય રાજયમાંથી વાહનો ખરીદવાની નોબત આવી પડી છે.

શોરુમમાં સ્ટોક ન હોવાથીઓનલાગુ પડી, એજન્ટોને લાભ !

દિવાળીના સારા દિવસોમાં દરેક લોકો નવા વાહન ખરીદી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે, ત્યારે શોરુમમાં લાંબુ વેઈટિંગ હોવાથી લોકોને વાહનો મળે તેવી શકયતા ઓછી થઈ ગઈ છે ત્યારે અન્ય જિલ્લા અને રાજયના શોરુમ સંચાલકો સાથે સેટીંગ ધરાવતા એજન્ટો કારની ડિલીવરીની સેટિંગ કરાવી દેતા હોવાથી તેમને બખ્ખા થઈ પડયા છે. એક વાહન પેટે પ૦ હજારથી લાખ રુપીયાની ઓનલઈને વાહનનું અન્ય જિલ્લા-રાજયમાંથી સેટિંગ ગોઠવી અપાય છે.

ડિસ્કાઉન્ટ આપવુ ન પડે તે માટે કૃત્રિમ વેઈટિંગનું કાવતરુ

અમુક સમયે તહેવારો ટાણે કંપની તરફથી સ્પેશીયલ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવે છે. અમુક મોડેલમાં ડિસ્કાઉન્ટ હોય છે ત્યારે શોરુમ સંચાલકો તરફથી તેમાં લાંબુ વેઈટિંગ હોવાનું કહી દેવાય છે. વેઈટીંગની અટકળો વચ્ચે બુકીંગ કર્તા ડિસ્કાઉન્ટ વગર કયાંકથી પણ ડિલીવરીનું સેટીંગ ગોઠવી આપો તેમ કહી દેવાય છે, જેથી શોરુમ સંચાલકને ડિસ્કાઉન્ટ આપવાનો વારો આવતો નથી. આમ, કૃત્રીમ વેઈટીંગ લીસ્ટનું કાવતરુ પણ રચવામાં આવતું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.