કંડલામાં ઈફકોના પ્લાન્ટમાંથી ગેસ ઓવરફ્લોની ઘટનાથી આસપાસમાં આંતરીક ઉહાપોહ..!

0
41

  • ફોસ્ફરીક પ્લાન્ટમાં વહેલી સવારે બનેલી ઘટના!

ઈફકોના પ્લાન્ટમાથી ઝેરી વાયુ લીકેજની છાશવારે બનતી ઘટના ચિંતાજનક : કયારે એમોનીયામાંથી તો કયારેક અન્ય પ્લાન્ટમાથી ગેસલિકેજ કયારેક આખાય સંકુલને નાખી શકે છે મુસીબતમાં

ફોસ્ફેરીક પ્લાન્ટમાં ઘટના બની છે, લીકેજ રોકી દેવાયુ છે, અન્ય ટેકમાં સિફટીગ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવાઈ છે અને ફોરેસ્ફેરીક એસીડ ઘાતક વાયુ નથી : પીઆરઓ(ઈફકો, ગાંધીધામ-કંડલા)

આજે સવારે પાંચ કલાકે ફોસ્ફેરીક એસીડ ઓવરફ્લોથી આસપાસના ગરીબ-શ્રમિક લોકેાની આંખોમાં બળતરા, વયોવૃદ્ધોને શ્વાસમાં તકલીફ સહિતની તકલીફો ઉભી થતા મચી દોડધામ : સૌ ભોગગ્રસ્તોએ ઈફકો પ્લાન્ટના જવાબદારોને રજુઆત કરતા ઈફકોના ઉંઘમાં રાચતા પ્રશાસને ંનુકશાની રોકવા કરી દોડધામ

ગાંધીધામ : દેશની સૌથી મોટી ખેતી-એગ્રીકલ્ચર ક્ષેત્રના સાહસ એવા ઈફકોના વિશાળકાય પ્લાન્ટ કંડલા ખાતે આવેલા છે. આ પ્લાન્ટ પૈકીના એકમા આજ રોજ વહેલી સવારે ગેસ ઓવરફ્લો થયાની ઘટના બનતા આસપાસમાં રહેલા લોકો સહિતનાઓ પર તેની આડઅસર થવા પામી હોવાની વાત સપાટી પર આવવા પામી રહી છે.
આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ સવારે સાડા પાંચ કલાકના અરસામાં ઈફકોના પ્લાન્ટમાથી ગેસ ઓવરફ્લો થવા પામી ગયું છે. અન તેના લીધે આસપાસમા રહેતા લોકોની આખોમાં બળતરા તથા શ્વાસમાં લેવામા તકલીફ સહિતની ઘટનાઓ બનતા ભોગગ્રસ્તો બધાય સાથે મળી અને ઈફકો પ્રશાસનને રજુઆત કરતા તાબડતોડ ઓવરફ્લોને નિયત્રણમાં લેવાની કવાયત હાથ ધરવામા આવી હતી.બીજીતરફ આ બાબતે ઈફકો કંડલાના પીઆરઓની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, કંડલા મધ્યેના પ્લાન્ટમાથી ફોસ્ફેરીક એસીડ ઓવરફ્લોની ઘટના બનવા પામી છે જે મામલે જાણ થતા ઓવરફ્લો તરત જ અટકાવી દેવાયુ છે અને વાયુને અન્ય ટેન્કમા સિફટ કરવા સહિતની કાર્યવાહી ચાલુ કરી દેવામા આવી છે. તેઓએ કહ્યુ હતુ કે , ઓવરફ્લો થયેલ એસીડ પ્રાણઘાતક કે નુકસાનકારક વધારે નથી એટલે આસપાસમાં તેનુ કોઈ મોટુ નુકસાન કયાય થવા પામ્યુ જ નથી. પીઆરઓએ જણાવ્યું કે, ઈફકો તમામ નીતિનિયમોના પાલન કરી જ રહ્યું છે.