બરેલીથી ભુજ આવતી ટ્રેનમાં નશામાં ચકનાચુર નિવૃત્ત ફોજીએ મચાવી ધમાલ

0
31

ભુજ : બરેલીથી ભુજ તરફ આવતી આલાહઝરત એક્સપ્રેસ ટ્રેનમાં સવાર નિવૃત્ત ફોજીએ દારૂના નશામાં ટ્રેનમાં ધમાલ મચાવી હોવાની ઘટના સામી આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ આ ટ્રેનમાં ઉત્તરાખંડના રઘુવીરચંદ્ર સવાર થઈને ભુજ આવતા હતા. તેઓ આર્મીમાંથી નિવૃત્ત થયેલા સુબેદાર છે અને હાલમાં તેઓ ગાંધીધામમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. આજે સવારે તેઓએ નશાની હાલતમાં ટ્રેનમાં સવાર યાત્રિઓને ગાળો આપી તેમજ ટીટીઈ સાથે પણ અણછાજતું વર્તન કરવામાં આવતા કન્ટ્રોલ મેસેજ પાસ કરાયો હતો. જેથી રેલવે પોલીસ ફોર્સે ટ્રેન સવારે ગજરોલામાં થોંભી ત્યારે નિવૃત્ત ફોજીને પકડી ફરિયાદ દાખલ કરી હતી.