ગુજરાત આવતું કરોડોનું ડ્રગ્સ કેરળમાં ઝડપાયું

0
138

દેશના સૌથી મોટા વધુ એક ડ્રગ્સ ષડયંત્રનો પર્દાફાશ : ભારતીય નેવીને મોટી સફળતા :હિંદ મહાસાગરમાં અત્યાર સુધીનું સૌથી મોટુ ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપાયું : નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કેરલના દરિયામાં ૧૨ હજાર કરોડની કિમતના ૨૫૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો મોટી કાર્યવાહી

ડ્રગ્સનો જથ્થો ઈરાનથી આવતો હતો અને સંભવીત રીતે ગુજરાતમાં ઉતરવાનો હોવાની પ્રાથમીક વિગતો ખુલી : નોંધનીય છે કે,ગુજરાતમાં કચ્છ, મોરબી, સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં કરોડોના ડ્રગ્સના જથ્થા ઝડપાઈ ચુક્યા છે

નવી દિલ્હી : ગુજરાત સહિત દેશભરમાં અનેક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે. જાેકે આ વખતે નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરોની ટીમે કેરલના દરિયામાં મોટી કાર્યવાહી કરી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ ઝડપી
પાડ્યું છે.
ભારતીય નૌસેનાએ દરિયામાંથી ૨૫૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ઈરાનથી આવતો હતો ડ્રગ્સનો જથ્થો ભારતીય નૌસેનાના ઈન્ટેલિજન્સ યુનિટ અને દ્ગઝ્રમ્એ અરબી સમુદ્રમાં સંયુક્તિ ઓપરેશન કરીને ૨૫૦૦ કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પકડાયેલા આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ રૂ.૧૨૦૦૦ કરોડ
આપસાપની વેલ્યૂ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ડ્રગ્સ ઈરાન તરફથી આવતું હતું અને ગુજરાતમાં
પોર્ટ પર પહોંચે તે પહેલા જ તેને પકડી લેવામાં આવ્યું હતું.
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ માર્ગે કરોડોનું ડ્રગ્સ ઘુસાડવાની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. હજી ગઈકાલે જ રાજકોટમાં ૨૧૭ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ તરફ હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હિંદ મહાસાગરમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સનું કન્સાઈન્મેન્ટ નાર્કોટિક વિભાગે ઝડપી પાડ્યું છે.

આજે બપોરે ૪ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

ભારતમાં નાર્કોટિક ડ્રગ્સની સૌથી મોટી જપ્તીના સમાચાર સામે આવ્યા છે. જેને લઈ આજે ૧૩ મે, ૨૦૨૩ના રોજ ભારતના સૌથી મોટા માદક દ્રવ્યોની જપ્તી અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જે બાદ કેટલું ડ્રગ્સ પકડાયું અને કેટલા લોકો ઝડપાયા સહિતની વિગતો સામે આવશે. અનેક મીડિયા અહેવાલો મુજબ આ ડ્રગ્સનો જથ્થો ઈરાનથી આવતો હતો અને સંભવિત રીતે ગુજરાતમાં આવવાનો હતો.

રાજકોટમાં ગઈકાલે જ ૨૧૭ કરોડનું ઝડપાયું હતું ડ્રગ્સ

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં છ્‌જીની મોટી કાર્યવાહી સામે આવી છે. પાપ્ત વિગતો મુજબ એટીએસએ ૩૧ કિલો ડ્રગ્સ ઝડપ્યું છે, રૂપિયા ૨૧૪ કરોડનું ડ્રગ્સ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છ્‌જીની દરોડાની કાર્યવાહી યથાવત જણાઈ રહી છે તેમજ હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય
પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એટીએસએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપી
પાડ્યો છે. ૩૧ કિલો જેટલો મોટા પ્રમાણમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યો અને ક્યાંય મોકલવાનો હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે.