બાંભણસરમાં એસટી ડેપોના ચાલકને ચાર જણાએ માર માર્યો

0
50

રાપર : તાલુકાના બાંભણસર પાટિયા પાસે બોલેરોમાં આવેલા ૪ જણાએ બસને આંતરીને ચાલકને માર માર્યો હતો. ભચાઉ બસ ડેપોમાં ચાલક તરીકે નોકરી કરતા અમ્રતભાઈ ડાયાભાઈ બારે જણાવ્યું હતું કે, તેઓ ભચાઉ- વાવની બસ લઈને જતા હતા. ત્યારે બાંભણસર પાટિયા પાસે પાછળ સતત હોર્ન વગાડીને આવતી બોલેરો કારના ચાલકે અચાનક બસની આગળ આવી બસને થોભાવી હતી. અને બોલેરોમાં બેઠેલા ૪ જણાએ બસમાં આવી ડ્રાઈવરના કોલર પકડી નીચે ઉતારી તમે બસવાળા મન ફાવે તેમ બસ ચલાવો છો તેમ કહીને ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી આડેસર પોલીસમાં ફરિયાદ થઈ હતી.