ચીરઈ પાસે ટ્રેલરની પાછળ આઈસર ઘુસી જતાં ચાલકનું મોત

0
83

અકસ્માત એટલો ગંભીર હતો કે,મૃતદેહ બહાર કાઢવા ક્રેન બોલાવવી પડી

ભચાઉ : તાલુકાના ચીરઈ પાસે આજે સવારે અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટ્રેલરની પાછળ આઈસર ઘુસી જતાં ઘટના સ્થળે ચાલકનું મોત થવા પામ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે,મૃતદેહ બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી.જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે આ બનાવ બન્યો હતો. ભચાઉ – ગાંધીધામ નેશનલ હાઈવે પર ગાંધીધામ તરફ જતા ટ્રેલરની પાછળ આઈસર ટેમ્પો ઘુસી જતાં કેબીનનો ભાગ દબાઈ ગયો હતો. જેમાં ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે, બંને વાહનો એકમેકમાં ફસાઈ ગયા જેથી હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેનની મદદ વડે બંને વાહનો અલગ કરી મૃતદેહને ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે જણાવ્યું હતુ ંકે, મૃતકના વાલી વારસોને બોલાવવામાં આવ્યા છે. આ લખાય છે, ત્યારે હતભાગીનું નામ સામે આવ્યું નથી.