DRI-SIIBની બાહોશીભરી કામગીરીથી ફાંકાખોર દાણચોર નરેન્દ્રની બકરી ડબ્બામાં ને પુછડી બહાર..!

  • ગાંધીધામ સિગારેટકાંડમાં મિસડીકલેરેશન ખુલ્યું : ટુંકમાં વીધીવત થશે ખુલાસા

કંડલા કસ્ટમ એસઆઈઆઈબી વિંગના ડીસીની ટીમ-ડીઆરઆઈની ટુકડીની જાબાંઝી ભરી તટસ્થ અને કડક કામગીરી રંગ લાવી : કલાકોના રાત-દિવસના ઉજાગરા સાથેનો વ્યાયામ અંતે ફળ્યો ખરો

કસ્ટમના અધિકારી સાથે ગોઠવણો કરી અને ટિશ્યુ પેપરની આડમાં વિદેશી સિગારેટ તથા બોન્ડનો માલ, આલ્કોહોલ સરકારવી લેનારી સિન્ડીકેટની ગોઠવણો તુટી : ગત રાતથી ચાલતી તપાસમાં ડ્રાયડેટસ (ખજુર) – છુઆરાને કન્ટ્રી ઓફ ઓરીજીન ખોટું દર્શાવી અને ડયુટી ચોરી સાથે મંગાવાયા હોવાની સેવાય છે પ્રાથમિક આશંકા

દુબઈથી લક્ષ્મી નામની કંપની ધરાવનારા અને કાસેજમાં પણ વેરહાઉસ-ટ્રેડીગના ઠામ મેળવી લેનાર તથા જેની સામે રેડકોર્નર નોટીસ જાહેર થયેલ છે તેવા શખ્સ દ્વરા દુબઈથી સિગારેટ દાણચોરીનુ ચલાવાય છે આયોનજબદ્ધ ષડયંત્ર : દુબઈમાં બેઠેલ આ કુખ્યાત દાણચોરના જોરે તેનો બની બેઠેલ જામનગરનો ફોલ્ડરીયો નરેન્દ્ર ફાટીને ફુલેકે ગયો છે : સબંધિત કેસમાં જ હજુય ગત મોડી રાત સુધી ઈન્વેસેટીગેશન ચાલી જ રહ્યુ છે, કેટલાક કન્ટેઈનર છે, શેના છે, અન્ડરવેલ્યુએશન હતુ કે ઓવરવેલ્યુએશન કે પછી અન્ય કાંઈ ગોટાળા, તે તપાસ હિતને નુકસાન કરી શકે તેમ હોવાથી હાલતુરંત કશુ જ કહેવુ અનુચિત ગણાશે : કસ્ટમ પીઆરઓશ્રી

પાકીસ્તાનથી આયાત થયેલ ખજુરને દુબઈ રૂટથી કચ્છમાં સીએફએસ સુધી લવાયાની આશંકા : દુબઈના જુબેલ અલી પોર્ટને લોડીંગ પોર્ટ તરીકે દર્શાવાયું,પાકીસ્તાનથી આયાત કરાતા ખજુર પર ર૦૦ ટકા ડયુટી છે, જેને દુબઈરૂટથી દેખાડતા ર૮ ટકા ડયુટી જ લાગે છે : ગાંધીધામની સેકટર વન-એમાં ઈન્ડીયનના નામે આવેલી ટ્રેડીંગ કંપનીની કચેરીમાં આજે સવારથી જ કસ્ટમના અધિકારીઓની ટૂકડીનો પડાવ હોવાની ચકચાર : ખજુરના ર૪૮૬ પેકેજ ડયુટી ચોરીથી કંડલામાં દાણચોર ટોળકીએ ખડકી દીધાની ચકચાર : કન્ટ્રી ઓફ ઓરીજીન મામલે ભારતીય એજન્સીને ગેરમાર્ગે દોરીને કરચોરીનું મોટુ કારસ્તાન આચર્યાની વકી

કસ્ટમવિભાગ હકીકતમાં કુલડીમાં ગોળ ભાંગી મિસડીકલેરેશનને અન્ડરવેલ્યુએશન દેખાડી ડયુટી ભરાવીને કેસ રફેદફે કરી દેવાના ગતકડાં અપનાવે છે..પરંતુ કસ્ટમ ઉપર પણ એજન્સીઓ બેઠી જ છે..તે કેમ ભુલી જાય છે..? : સીબીઆઈ આવા કિસ્સાઓમાં ત્રાટકશે તો કઈક ભ્રષ્ટ અધિકારીઓના પાટલુનો પલળી જશે..

ગાંધીધામ : ગાંધીધામ-ભચાઉ હાઈવે પર આવેલા સીએફએસમા ટિશ્યુપેપરની આડમાં વિદેશી પ્રતિબંધિત સીગારેટ મંગાવનારા પ્રકરણની તપાસમાં સસ્પેન્સ સતત ત્રણ દીવસથી ઘેરાયલુ જ રહ્યુ હતુ ત્યારે હવે આજ રોજ આ પ્રકરણમાં આદરાયેલી વધુ તપાસ બાદ તાજેતરમા જ મળતી માહીતી અનુસાર સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચારી કસ્ટમ અધિકારીની સાથે ગોઠવણો કરી અને દુબઈમાં બેઠેલ સિગારેટ દાણચોર નરેન્દ્ર આણી ટોળકીની ફાંકાખોરી ભરી ગોઠવણોનો અંતે ભાંડો ફુટી જ જવા પામી ગયો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.દુબઈથી ગાંધીધામ-ભચાઉ હાઈવે પાસેના સીએફએસમાં ટિશ્યુપેપરની આડમાં સિગારેટ ધુસાડાઈ હોવાની ઘટના ફરીથી હોટટોપીક બની જવા પામી હોવાનો વર્તારો ખડો થવા પામી રહ્યો છે. દુબઈથી ટિશ્યુપેપરમાી આડમાં પ્રતિબંધિત વિદેશી સિગારેટ ઘુસાડવાના કારસાની તપાસને લઈને ફરી તર્કવિતર્કો સર્જાવવા પામી ગયા હતા.. આવુ એટલા માટે ચર્ચાય છે કે, એવી જોષી સીએફએસમાં ૧પ કલાક બાદ તપાસ અન્ડરવેલ્યુએશન દેખાડીને આટોપી લેવાઈની ચર્ચા ગઈકાલે બહાર આવવા પામી હતી અને કસ્ટમવિભાગ પર પણ આ રીતની કાર્યવાહીને લઈને માછલા ધોવાના ચાલુ થઈ ગયા હતા પરંતુ તેની વચ્ચે જ ફરીથી એ જ પાર્ટીના વધુ બે કન્સાઈનમેન્ટ અટકાવી ગત રોજ મોડી રાત્રી સુધી કસ્ટમે ફેરતપાસ આદર્યાની વાતો સામે આવવા પામી રહી છે. એટલુ જ નહી પરંતુ કેસ સંકેલાઈ રહ્યો છે, રફેદફે કરવામા આવી રહ્યો છેની ચર્ચા વચ્ચે જ તાજેતરમા જ મળતી માહીતી અનુસાર આખાય કેસમાં ભેદરભર ભર્યા વલણો સામે આવતા કસ્ટમવિભાગની એસઆઈઆઈબી વિંગના ડીસી શ્રી યાતીષ પાટીલની ટીમ અને ડીઆરઆઈની ટુકડી પણ સબંધિત કેસમાં તપાસમાં મોટા લાવલશ્કર સાથે ધસી જતા અને મેગા ઓપરેશન તટસ્થ અને પારદર્શક રીતે હાથ ધરી દેતા હવે અંતે એવી જોષી સીએફએસમાં ચાલતી તપાસમાં મિસડીકલેરેશન જ થયાનો ભાંડો ફુટી રહ્યો હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. આ મામલે પ્રાપ્ત થતી બિનસત્તાવાર વિગતો અનુસાર ટિશ્યુપેપરની આડમાં અથવા તો ગઈકાલે રાત્રીથી ચાલી રહેલી તપાસમાં પણ પાર્ટીએ મિસડીકલેરેશન જ કર્યુ હોવાની વાત બહાર આવી જવા પામી ગઈ છે. આમ થવાથી હવે દુબઈમાં બેસીને કસ્ટમ અધિકારીઓની સાથે સાંઠગાંઠ ભરી ગોઠણવીઓ કરી ફાંકાખોરી કરનારા નરેન્દ્રની હાલત બકરી ડબ્બામાં ને પુછડી બહારની કફોડી જ બની જવા પામી હોવાનો વર્તારો ખડો થતો જોવા મળી આવી રહ્યો છે.આ અંગે સહેજ વિગતે વાત કરીએ તો દુબઈથી લક્ષ્મી નામની કંપની ધરાવનારા અને કાસેજમાં પણ વેરહાઉસ-ટ્રેડીગના ઠામ મેળવી લેનાર તથા જેની સામે રેડકોર્નર નોટીસ જાહેર થયેલ છે તેવા શખ્સ દ્વરા દુબઈથી સિગારેટ દાણચોરીનુ આયોનજબદ્ધ ષડયંત્ર ચલાવાઈ રહ્યુ હોવાની વાત સામે આવવા પામી હતી. અને આવા તો બેથી પાંચ કન્સાઈન્મેન્ટ ઘુસાડી દેવાયા છે ત્યારે એક હવે પકડાયુ હોવાનુ ચર્ચાય છે. દુબઈમાં બેઠેલ આ કુખ્યાત દાણચોરના જોરે તેનો બની બેઠેલ જામનગરનો ફોલ્ડરીયો કે જે હાલમાં દુબઈ જ છે તેવા નરેન્દ્ર ફાટીને રીતસરનો ફુલેકે જ ચડી ગયો છે. તે તો ખુલ્લેઆમ કહેતો ફરતો હતો કે અમારો વાળ પણ કોઈ વાંકો કરી શકે તેમ નથી. પરંતુ એસઆઈઆઈબી વિંગ કંડલા કસ્ટમ તથા ડીઆરઆઈની ટુકડીએ બાહોશીભરી કામગીરી કરી અને કસ્ટમ અધિકારીઓ સાથે ગોઠવણીઓ કરીને મિસડીકલેરેશનને અંજામ આપનારા સિન્ડીકેટનો ભાંડો ફોડી જ દીધો હોવાનુ સામે આવી રહ્યુ છે. આ તબક્કે હજુ સુધી એસઆઈઆઈબી વિંગ કંડલા કસ્ટમ દ્વારા સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવતુ નથી પરંતુ આજે સાંજ સુધીમાં સત્તાવાર રીતે આ અંગે ખુલાસાઓ થવા પામી જાય તેમ પણ જાણકારો માની રહ્યા છે. તો વળી કંડલા કસ્ટમના પીઆરઓ દ્વારા આ બાબતે કહેવાયુ હતુ કે,એસઆઈઆઈબી વિંગ કસ્ટમ દ્વારા જે તપાસ ત્રણ દીવસ પહેલા શરૂ કરવામા આવી છે તે ગત મોડી રાત સુધી પણ યથાવત જ રહેવા પામેલી છે.તપાસ સબંધિત પાર્ટી-કેસને લઈને જ હજુ ચાલી રહી છે. હુ ખુદ કયાં પણ તપાસનો ભાગ નથી એટલે અન્ડરવેલ્યુએશન, ઓવરવેલ્યુએશન, મિસડીકલેરેશન છે કે પછી અન્ય કાંઈ તે હાલના તબક્કે કઈ પણ કહેવા અસમર્થન હોવાનુ શ્રી પવનકુમાર યાદવ, પીઆરઓએ જણાવ્યુ હતુ.

કસ્ટમના કયા અધિકારી સાથે દાણચોર ફોલ્ડરીયા નરેન્દ્રએ કરી હતી ગોઠવણ ?

ગાંધીધામ : દુબઈમાં બેસીને ફાંકાખોરી કરનાર સિગારેટ દાણચોરનો મુળ જામનગરનો રહેવાસી ફોલ્ડરીયો નરેન્દ્ર ફાટીને ફુલેચે ચડી જવા પામી ગયો હતો અને તે રીતસરનો કહેતો હતો કે અમે કસ્ટમના અધિકારીને પૈસા આપીને ગોઠવણો કરી છે અમારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. કસ્ટમ સહિતના અધિકારીઓઅમારા ગજવામાં જ છે. તેમના મોઢે અમે માંગ્યા ડુચ્ચા ભરી આપીએ છીએ. નોધનીય છે કે, કસ્ટમના એક અધિકારીના સબંધી(શાળાની)પણ ભુમિકા શંકામા આવતા કસ્ટમના તપાસનીશ ટુકડી બની ગઈ છે સુડી વચ્ચે સોપારીની અવસ્થામાં આવી ગઈ હતી. કારણ કે, હવે કેસ કરે તો કસ્ટમના જ અધિકારી સુધી રેલો લંબાઈ જાય તેમ છે, પડદો પાડી દે તો જાગૃત અખબારોએ કસ્ટમના લઈ લીધા છે બરાબરના ઉધડા, માટે કસ્ટમની આબરૂ, વિશ્વાસ અને પ્રતિષ્ઠાનુ કચ્ચરઘાણ જ થવા પામી જાય તેમ છે. જો કે, એસઆઈઆઈબી વિગ કસ્ટમના ડીસીશ્રી પાટીલની ટીમે પારદર્શક તપાસ બાદ મિસડીકલેરેશને ઝડપી પાડયુ હોવાથી કસ્ટમવિભાગની વિશ્વાસ અને પ્રતિષ્ઠામાં ઓર વધારો થવા પામી જશે.

મિસડીકલેરેશન કરનારનું કસ્ટમ-ડીઆરઆઈ લાયસન્સ જ રદ કરવાની કરી દેખાડે લાલઆંખ

ગાંધીધામ : પ્રતિબંધિત વિદેશી સિગારેટ અને આલ્કોહોલ તથા ડ્રાયડેટસ જેવી વસ્તુઓ મિસડીકલેરેશન કરીને મંગાવે, તે કસ્ટમ વિભાગના હથ્થે ચડી જાય છતા તેનો કડક રાહે ખુલાસો લેવાના બદલે અન્ડરવેલ્યુએશન માત્ર દર્શાવી દેવાય અને વધારાની ડયુટી ભરાવી દેવાની નીતીઓ અપનાવી કુલડીમાં ગોળ ભાંગી દેવાય તે રાષ્ટ્રીય હિત માટે પણ જોખમી જકહી શકાય તેમ છે. હકીકતમાં તો આવી રીતે મિસડીકલેરેશન કરનાર પેઢીના લાયસન્સ જ રદ કરવા જોઈએ.