ઈસ્માઈલના વાડામાં વારંવાર આગના કારસાઓની કરો કડક તપાસ : – તો મોટું ભોપાળું ખુલશે..!

0
28


ડીપીએ-કંડલા તથા પોલીસ વિભાગ ઉંડું ઉતરે : કાસેઝનો કચરો હકીકતમાં અંદર જ બાળવાનો હોય છે, છતા આ ઈસ્માઈલ નામનો શખ્સ વારંવાર આ કચરો બહાર લાવી અને અહી સળગાવાતો હોવાની છે ચકચાર : ડીપીએ દ્વારા વિના વિલંબે આવા વાડાઓ-પ્લોટ કેન્સલ કરી અને હસ્તગત કરી લેવા જોઈએ : પોલીસે પણ આ પ્રકારના ભંગારના વાડામાં રખાતી વસ્તુઓ મામલે આદરવી જોઈએ ઉંડી તપાસ

જીઆઈડીસીમાં કંડલા-ડીપીએના પ્લોટો પર દબાણ કરીને ભાડા ખવાઈ રહ્યા હોવાનુ ચર્ચાય છે, પોર્ટના જવાબદારોને હપ્તા અપાય છે અને તે ચેરમેનશ્રી સુધી ભાગબટાઈ થતી હોવાનુ દબાણકારો જાહેરમાં કહેતા ફરે છે, આ ચર્ચાતી વાતોમાં દમ પણ જણાય છે, કારણ કે આટલા મોટા દબાણો હોવા છતા પોર્ટના અધિકારીઓ મૌન દેખાય છે..તે શું સૂચવે છે? ખરેખર તપાસ થાય કે દબાણ કોણ કરે છે?

ગાંધીધામ : ગાંધીધામ સંકુલની આસપાસમાં ભંગારના વડાઓ બેફામ વકરી ગયા છે અને તેમા થતી પ્રવૃતીઓ પણ સમયાંતરે ચકચારનું કારણ જ બનતી રહેતી હોય છે. દરમ્યાન જ હાલમાં પણ અહી ડીપીએ-જીઆઈડીસી વિસ્તાર તરીકે ઓળખાતા ક્ષેત્રમાં પણ આગની ઘટનાએ ભારે દોડધામ મચાવી દીધી છે ત્યારે જાણકારો દ્વારા કહેવાય છે કે, આ આગની ઘટના પાછળ અનેકવીધ ભેદભરમ રહેલા છે. આ આગ લાગી નથી પરંતુ લગાડવામાં આવી હોવાનુ કહેવાય છે. જાણકારો કહી રહ્યા છે કે, આ આગ જે વાડામાં લગાડાઈ છે તે વાડામાં આવી આગ છાશવારે લગાડવામાં આવી રહી છે અને જેમાં આગ લગાવાઈ રહી છે તે કચરો પણ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનનો જ હોવાનુ મનાય છે. કહેવાય છે કે, તે પણ ખરેખર તો ગેરકાયદેસર જ છે. કાસેજનો કચરો અંદર જ નિકાલ કરવાના પ્લાન્ટ આવેલા હોવા છતા કચરો કેમ બહાર લાવવામાં આવી રહ્યો છે? ઉપરાંત આવો કચરો બહાર લાવી અને અહી અવાર નવાર આગ લગાવી તેનો નિકાલ આવા વાડાઓમાં કરાતો હોવાનુ ચર્ચાય છે. આ વખતે આગ સહેજ વધારે પ્રમાણમાં જ પ્રસરી ગઈ અને કાબુ બહાર થઈ ગઈ હોવાની સ્થિતી સામે આવે છે. સૌ પ્રથમ તો ડીપીએ-કંડલા દ્વારા આવા વાડાના પ્લોટને કેન્સલ કરી અને ખુદ હસ્તગત જ કરી લેવો ઘટે. ઉપરાંત પોલીસ તંત્રએ પણ જે મુદામાલમાં આગ લાગી છે તે શુ હતો? તેના આધાર-પુરાવા કેટલા છે? તે સહિતના મામલે જો ચકાસણીઓ કરવામાં આવશે તો મોટા ખુલાસાઓ થવા પામી શકશે તેમ મનાઈ રહ્યુ છે.

ગાંધીધામના ભંગારના વાડામાં આગ લાગતા અફરાતફરી

ગાંધીધામ : શહેરમાં ડીપીએ હસ્તકના સેકટર-૧૧ ઔદ્યોગીક વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટમાં રહેલા ભંગારમાં અચાનક આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવમાં પ્લોટ પાસે આવેલી એક કેબીન પણ સળગી ઉઠી હતી. આગના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. કેપીટી જીઆઈડીસી તરીકે ઓળખવામાં આવતા આ પ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી દબાણો વધી ગયા છે તેના કારણે અહીં ભંગારના વાડાઓ આવી ગયા હોઈ આગના બનાવો વધી રહ્યા હોવાનું મત પણ વ્યકત કરવામાં આવ્યો હતો.