જિલ્લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન

0
29

કચ્‍છ જિલ્‍લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર પી.જી.વી.સી.એલ.ની વીજ કનેકશન લાઇન નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટી.વી.કેબલ/ઈન્‍ટરનેટ કનેકશન આપવામાં આવે છે. આ બાબત જાહેર જનતાના જાન-માલની સલામતી માટે અત્‍યંત જોખમી છે. ભૂતકાળમાં પણ આ કારણે ઘણા અકસ્‍માતના બનાવો બનેલ છે. જેમાં માનવ મૃત્‍યુના બનાવો પણ નોંધાયેલ છે. આમ જાહેર જનતાના જાન-માલની સલામતી માટે પી.જી.વી.સી.એલ. નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પરથી ટીવી/ઈન્‍ટરનેટના કેબલ દૂર કરવા અત્‍યંત જરૂરી છે.

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવેલ છે કે, જિલ્‍લામાં કોઇપણ ટીવી કેબલ ઓપરેટરો પી.જી.વી.સી.એલ.ના ઈલેકટ્રીક નેટવર્ક તથા બી.એસ.એન.એલ.ના થાંભલા પર ટીવી પ્રસ્‍થાપિત કરેલ હોય તો તે દુર કરવા અને કોઇએ નવા પ્રસ્‍થાપિત કરવા નહીં. તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા દૂર કરાયેલ ટીવી કેબલ પી.જી.વી.સી.એલ.ના નેટવર્ક પર પુનઃપ્રસ્‍થાપિત કરવા નહીં.

આ હુકમ તા.૨૩/૧૧/૨૦૨૨થી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઇપણ ખંડ કે ભાગનો ભંગ કરનાર વ્‍યકિત સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.