સરદાર ડેમ છલોછલ છતાંય કચ્છભરમાં નર્મદાજળ માટે વલખા? કોઈક તો બોલો!

0
32

સિઝન દરમ્યાન ડેમ પણ ત્રણ-ત્રણ વખત થઈ ચૂકયો છે ઓવરફલો-દરીયામાં વહી જતા પાણી જરૂરીયાતમંદ વિસ્તારોને શા માટે નથી અપાતા? ટપ્પર સહિતના ડેમો હાલના સમયે નર્મદાજળથી ભરવામાં આવે તે હિતાવહ

રવિસિઝનના પાકોની ખેડુતોએ કરી લીધી છે વાવણી : નર્મદાજળ નહી મળે તો ખેડુતો-આમપ્રજાજનોની હાલત થશે કફોડી

ગાંધીનગર : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી આ સિઝનમાં ત્રણ ત્રણ વખત ૧૩૬.૩૮ સર્વોચ્ચ સપાટી વટાવી ગઈ છે અને આ ડેમ છલોછલ ભરાઈ જવા પામી ગયો છે. ઓવરફલો ડેમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, વધારાનુ પાણી દરીયામાં વહી રહ્યુ છે ત્યારે બીજીતરફ રાજયના કચ્છ સહિતના અન્ય જિલ્લાઓમાં પણ રવિસિઝન માટે પાણીનો પોકાર ઉભો થયો હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. ત્યારે ખરેખર સરદાર ડેમમાથી નર્મદા જળ હાલમાં કચ્છ જેવા છેવાડાના અંતરીયાળ વિસ્તારને ફાળવી દેવુ જોઈએ જેથી અગામી દીવસોમાં કટોકટીની સ્થિતી ન સર્જાય.નોધનીય છે કે, કચ્છમાં આ વખતે મેઘરાજાએ ભારે મહેરબાની વરસાવી છે તેમ છતા પણ પૂર્વ કચ્છ સંકુલને માટે સંજીવનીરૂપ એવા ટપ્પર ડેમની જળરાશી તેની ક્ષમતાથી પ૦ ટકા માંડ ભરાવવા પામી શકી છે એટલે કે, આ વિશાળ ડેમ આજે પણ અડધોઅડધ ખાલી પડયો છે. આવા ડેમોને વિસ્તાર વાઈઝ તારવી અને હાલમાં સરદાર સરોવર ડેમનું જળ દરીયામાં વહી જાય તેના બદલે આવા ડેમોમાં ઠાલવી દેવામાં આવે તો આગામી બેથ ત્રણ માસમાં પાણીની જે કિલ્લત સર્જાવવાની છે તે થવા પામશે નહી. યાદ અપાવી શકાય કે, ચોમાસું વિદાય લઈ રહ્યુ છે અને શિયાળો દસ્તક રદઈ રહ્યો છે તેમ છતા પણ ભુજ હોય કે અન્ય શહેરો ત્યાં પાણીની હાલમાં પણ ભારે બૂમરાડ સર્જાયેલી છે. વિચાર તો કરો, ઉનાળાનું આગમન થશે તો કેવી અવદશા થવા પામી જશે? બીજીતરફ ખેડુતોએ જે રવિપાક લઈ લીધા છે તેઓને પણ પાણીની તાતી જરૂરીયાત છે. પરંતુ કચ્છ શાખા નહેરમાં પાણી લાવતી આગળની નહેરોમાં સફાઈ તથા સમારકામો ચાલી રહ્યા છે અને તે ખુબ જ ધીમા થઈ રહ્યા હોવાથી દિવાળી બાદ પણ કચ્છને પાણી મળતુ થશે કે કેમ? તે સવાલો ઉભા થયા છે. અને વાગડથી લઈ અને ઠેર-ઠેર આ માટે ખેડુતોએ ધરણા પણ કચ્છ શાખા નહેર પર જ યોજી દીધા છે. હકીકતમાં આ સફાઈ કામ ઝડપી બને, રીપેરીંગ કરવા પાત્ર હોય તો જલ્દીથી થાય અને તેના ઝડપી ટેસ્ટીંગ કરી અને અહીથી નર્મદાજળ ઝડપથી વહેવડાવવામાં આવે તે ખરેખર અત્યારના સમયની માંગ બની રહી છે. આ માટે કચ્છના સ્થાનિક રાજકીય આગેવાનોએ પણ સરકાર તબક્કે સચોટ ધ્યાન દોરવાની તક ઝડપવી જોઈએ. ગુજરાત સરકાર તો હાલમાં પણ કચ્છને જરૂરી મદદ આપવા તૈયાર જ છે તેમની સમક્ષ જરૂરી અભ્યાસપૂર્વકની રજુઆત કરવાની જ જરૂરરીયાત
રહેલી છે.

ડેમ છ વખત ભરાય તેટલું તો પાણી દરીયામાં વેડફાયું..!
ગાંધીધામ : સરદાર સરોવર ડેમ આખેઆખા છ વખત ફરીથી ભરી શકાય તેટલી જળરાશી તો ડેમ ઓવરફલો આ સિઝનમાથી ત્રણ ત્રણ વખત થવાથી દરીયામાં વેડફાઈ ગયું છે. પાણી પહોંચાડવા માટે પાણીની જેમ નાણા ખર્ચાયા છે છતા આજે કચ્છમાં નર્મદાજળ માટે તો તેવાને તેવા જ આંદોલનો કરવાની સ્થિતી સર્જાઈ જવા પામી ગઈ છે. હાલમાં અન્ય વિસ્તારોમાં પાણીની ડીમાન્ડ ઓછી છે ત્યારે કચ્છવાળાઓ જાગે અને નર્મદાડેમમાંથી કચ્છને પાણી ફાળવણીની પરીણામલક્ષી માંગ કરવી જોઈએ.