DDની સામે CSKને ચેલેન્જ : આ બે ખેલાડીઓ પર રહેશે નજર

દિલ્હી ડેયરડેવિલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL સીઝનની 11નો 52મી મેચ આજ રાતે 8 વાગે દિલ્હીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે આઠમાં સ્થાન પર છે અને હાર-જીતથી કોઈ ફરક નથી પડતો. હાલાંકી તેમની કોશિશ પોતાના ઘરે સમ્માન બચાવવાની રહેશે. આ મેચમાં જીત ચેન્નાઈને પહેલા સ્થાન પહોંચાડી દેશે.

ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શનના દમ પર આ સીઝનમાં શાનદાર વાપસી કરી છે. ટીમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર રમી રહી છે. બેટિંગમાં અંબતી રાયડું અને શેન વોટસનની ઓપનીંગ જોડીએ ટીમને સારી શરૂઆત અપાવી છે.

આ બંને ખેલાડીઓની મદદથી ટીમ મોટો સ્કોર ઉભો કરી શકે છે અને હાંસલ પણ કરી શકે છે. ધોની આ મેચમાં આ સંયોજનનો પણ ઉપયોગ કરી શકે છે. ટીમના મધ્યક્રમને સુરેશ રૈના અને ધોનીએ સારી રીતે સંભાળી રાખ્યું છે. નીચેના ક્રમમાં ડ્વેન બ્રાવો જેવા ધુઆંધાર બેટ્સમેન ચેન્નાઈ પાસે છે. અને રવીન્દ્ર જાડેજા પણ બેટિંગ સારી બેટિંગ કરી શકે છે.

બીજી બાજુ દિલ્હીની વાત કરીએ તો તેની બેટિંગ જ આ સીઝનમાં સફળ બની છે કારણ છે ઋષભ પંત. પંત સિવાય પૃથ્વી શો અને શ્રેયસ અય્યરની પણ બેટિંગ જોવા જેવી છે.

આ ત્રણેય સિવાય બધા અસફળ રહ્યા છે. જેસન રોય, કોલિન મુનરોએ પણ ખુબ નિરાશ કર્યા છે. ગત મેચમાં અય્યરે અમુક નવા ખેલાડીઓને ચાન્સ આપ્યો હતો, આ મેચમાં પણ તેઓ નવા ખેલાડીઓને ચાન્સ આપી શકે છે.