તુણામાં સાયબર ક્રાઈમ દારૂ દરોડા કેસ : કંડલાના અજય-નરેન્દ્રના તપેલા ચડશે?

0
36

તુણા જીરો પોઈન્ટથી કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની ટુકડીએ વેહલી સવારે ર૩ લાખના દારૂના જથ્થો ઝડપ્યા બાદ હવે એલસીબીને સોપાયેલી તપાસ વચ્ચે નવા ફણગાં : કંડલામાં અજય-નરેન્દ્રના વહીવટ-સેકસનથી અભુડા જેવા તત્વોની ગેંગ ઈંગ્લીશદારૂ-પાઈપલાઈન તેલચોરીમાં બેફામ હોવાની છે ચકચાર

અભુડો તેલચોરીનો માસ્ટર ગણાય છે, કંડલા મથકે ધાક બેસાડતી કાર્યવાહી કરનાર પીઆઈ મુકાતા ખાખીના ભ્રષ્ટ અજય અભુની તેલચોરી બંધ હોવાનુ દેખાડી અને ઈંગ્લીશની છુટ આપી દીધાની છે ચકચાર : હકીકતમાં આ પ્રકરણમાં કોઈની સામે લાલઆંખ કરવી જ હોય તો અજય અને નરેન્દ્ર સામે જ કરવી જોઈએ : નરેન્દ્ર પણ અગાઉ વોંધ પાસેથી ખાંડના પ્રકરણમાં આઠ લાખની તોડમાં રહ્યો છે ચકચારી

કંડલાની ભ્રષ્ટ ખાખીની મંડળીને બચાવનાર હવે કોઈ નથી? અગાઉ તો કંડલાથી એ ડીવીઝન અને એ થી બી ડીવીઝનમાં ગોઠવાઈ જઈ, ફરી ફરીને આટલા જ મથકોમાં બની બેઠેલા ભ્રષ્ટ તત્વો ગોઠવાઈ જતા હતા, પરંતુ આ ગોઠવણી કરનાર હવે કચ્છમાથી બદલાઈ ચૂકયા છે..!

ગાંધીધામ : તાજેતરમાં જ કચ્છ બોર્ડર રેન્જના આઈજીશ્રીની ખાસ ટીમ સાયબર ક્રાઈમ દ્વારા ક્રોસ રેડ કરીને કંડલા મરીન પોલીસ મથકની હદમાં આવતા તુણા જીરો પોઈન્ટ પાસેથી રાજસ્થાનની શખ્સની સાથે ર૩ લાખના ઈંગ્લીશદારૂના જ્થ્થાને ઝડપી પાડયો હતો. આ ગુન્હો કંડલા મથકે નોધી અને પૂર્વ કચ્છ એલસીબીને તપાસ આપવામાં આવી છે. દરમ્યાન જ હવે જાણકારો દ્વારા અહી આ ઘટનાના ઘાત-પ્રત્યાઘાત રૂપે થતી ચર્ચાઓ અનુસાર કંડલા પંથકમાં આમ તો કાયદાનિષ્ઠ અને પ્રજાભિમુખ પીઆઈશ્રી મુકાયેલા હોવાથી અહી મોટા ભાગના બેનંબરીઓ ભુર્ગભમાં જ ઉતરી ગયા હતા. પીઆઈશ્રી કોઈ પણ પ્રકારના ધંધાઓને છુટ આપે તેમ જ નથી. ઉપરાંત પણ અહીથી સાયબર ક્રાઈમની ટુકડી સફળ રેઈડ કરી ગઈ છે ત્યારે ખાખીના પલળેલા અજય અને નરેન્દ્રને લઈને ચર્ચાઓ તેજ બની જવા પામી છે. કહવાય છે કે, કંડલામાં અજય-નરેન્દ્રના વહીવટ-સેકસનથી અભુડા જેવા તત્વોની ગેંગ ઈંગ્લીશદારૂ-પાઈપલાઈન તેલચોરીમાં સતત બેફામ રહેલી છે.જાણકારો તો એમ પણ કહે છે કે, અભુડો તેલચોરીનો માસ્ટર ગણાય છે, કંડલા મથકે ધાક બેસાડતી કાર્યવાહી કરનાર પીઆઈ મુકાતા ખાખીના ભ્રષ્ટ અજય અભુની તેલચોરી બંધ હોવાનુ દેખાડી અને ઈંગ્લીશની છુટ આપી દીધાની ચકચાર ચાલી રહી છે. હકીકતમાં આ પ્રકરણમાં કોઈની સામે લાલઆંખ કરવી જ હોય તો અજય અને નરેન્દ્ર સામે જ કરવી જોઈએ તેવુ પણ જાણકારો કહી રહ્યા છે. નરેન્દ્ર પણ અગાઉ વોંધ પાસેથી ખાંડના પ્રકરણમાં આઠ લાખની તોડમાં ચકચારી રહ્યા બાદ અલગ અલગ વિષયોમાં તેનુ નામ ઉછળતુ જ રહેતુ હોવાનુ કહેવાય છે. જો આ બાબતે કડક અને ઘનિષ્ઠ તપાસ થશે તો કંડલામાં તેલચોરી, પોર્ટ પર આવતી વસ્તુઓની બેધડક થતી ચોરીઓ સહિતના મામલે અમુક પલળેલા ખાખીધારીઓના સબંધીઓની ભાગબટાઈ, ભાગીદારીનો પણ પર્દાફાશ થઈ શકે તેમ મનાય છે. હવે જોવાનુ રહ્યુ કે, આ દારૂની ક્રોસ રેડમાં કયા પલળેલા તત્વો સામે કાર્યવાહી થાય છે. આ વખતે અજય-નરેન્દ્રનો સમાવેશ કરાય છે કે પછી હજુય છાવરવામાં જ આવે છે?