CRPF કેમ્પ પર હુમલો : એક જવાન શહીદ

નવી દિલ્હી :CRPF ના ઓપરેશન IG ઝુલ્ફીકાર હસને જણાવ્યું કે, “હાલ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અમારૂ ઓપરેશન તે રીતે ચાલી રહ્યું છે કે જેનાથી સિટીઝન્સને કે તેમની પ્રોપર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય.” શ્રીનગરના CRPF  કેમ્પમાં સોમવારે આતંકીઓએ હુમલો કર્યો. ફોર્સે તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ આતંકીઓ AK-૪૭ રાયફલ સહિત અને હથિયારો લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. CRPF ના પ્રવકતાએ જણાવ્યું કે, “કેમ્પમાં સંતરીએ સોમવારે સવારે ૪-૩૦ વાગ્યે બે સંદિગ્ધોને બેગ અને હથિયાર સાથે જોયાં. સંતરીએ તેમને પડકાર્યા અને ફાયરિંગ શરૂ કર્યું. આતંકીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયા અને પાસેની એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં છુપાઈ ગયા.CRPF ના જવાનોએ બિલ્ડિંગને ઘેરી રાખ્યું છે.”-