આદિપુરની પરિણિતાને ત્રાસ આપતા મુંબઈગરા સાસરીયા સામે ફોજદારી

0
51

ગાંધીધામ : મુળ મુંબઈની અને હાલ આદીપુરના કેશરનગર-રમાં રહેતી પરિણિતાને લગ્નજીવનના એક દાયકા દરમિયાન શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજ બાબતે મેણાટોણા મારતા મુંબઈઘરા સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પુર્વ કચ્છ મહિલા પોલીસ મથકે આશાબેન મનીશ ભાનુશાલી (રહે. આદીપુર કેશર નગર-ર)વાળાએ પતિ મનીશ શંકરલાલ ભાનુશાળી (દામા), સસરા શંકરલાલ ઉકેળા ભાનુશાલી (દામા), જેઠ જગદીશભાઈ શંકરલાલ ભાનુશાલી દામા, જેઠાણી જયશ્રીબેન જગદીશભાઈ ભાનુશાલી દામા, નણંદ આરતીબેન અરવીંદ ભાનુશાલી (રહે. તમામ હીરલ એપાર્ટમેનટ, નીલયોગ નગર, અંબરનાથ ઈસ્ટ મુંબઈ)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી પરિણિતાને અવાર નવાર માનસિક ત્રાસ આપતા હોઈ તેમજ નણંદ આરતી ઘરે આવી સસરા, જેઠ-જેઠાણીને ચઢામણી કરતી હોવાનુ અને થોડા દિવસ પુર્વે માર માર્યો હતો. ફરિયાદીનો ભાઈ રાજેશ આદીપુર લઈ આવી મહિલા પોલીસ મથકે લઈ આવતા તમામ સામે ફોજદારી નોંધાઈ હતી.