સસ્તા સોનાની લાલચે ઠગાઈ કરનાર નાસ્તો-ફરતો આરોપી જબ્બે

ભુજ : સસ્તા સોનાની લાલચે ઠગાઈ આચરીને નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. હાલ થોડા સમય અગાઉ મધ્યપ્રદેશનું દંપતિ રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપાયું હતું. તેમણે ભુજના વેપારીઓને નકલી નોટો પધરાવી હતી. તેમની સાથે નવ લાખ રૂપિયાની ઠગાઈ થઈ હતી. તેના નાસતા ફરતા આરોપી ફૈઝલ શેખ (રહે. ભુજ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી મીડિયેટર તરીકે હોવાનું ધ્યાને આવ્યા બાદ એલસીબી પીઆઈ એસ.જે. રાણાના માર્ગદર્શન તળે પેટ્રોલિંગમાં રહેલી ટીમે બાતમીને આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

ભડલીની સગીરાનું અપહરણ કરનાર જબ્બે

નખત્રાણા : તાલુકાના ભડલી ગામેથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરાઈ હતી. બનાવમાં પોલીસે લખપતના વિરાણીમાં રહેતા વાલજી શામજી કોળીની ધરપકડ કરી હતી. આરોપીને ઝડપી પાડી પોલીસે સગીરાનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામમાં પોલીસે છકડામાંથી ઝડપ્યો દારૂ

ગાંધીધામ : શહેરના લીલાશા સર્કલ નજીકથી પોલીસે બાતમીના આધારે છકડાનો પીછો કરીને તેમાંથી રૂા.૩ર હજારનો વિદેશી શરાબ ઝડપાયો હતો. જ્યારે બે શખ્સોની ધરપકડ કરાઈ હતી. પોલીસે દરોડામાં છકડા સવાર આરોપી અનિલ હીરા દેવીપૂજકની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને દબોચીને તેઓ કયાંથી દારૂ લાવ્યા અને કોને આપવાના હતા તે સહિતની તપાસ આદરી છે.

માધાપરની પરિણીતાને પતિ અને સસરાએ ધોકાવી

ભુજ : તાલુકાના માધાપર હરીપુર સોસાયટીમાં રહેતી સવિતાબેન ડો/ઓ રાઘુભાઈ આહિર કુકમામાં તેના પતિ પાસેથી મકાનનું ભાડુ લેવા જતા પતિ અને સસરાએ ધોકા વડે મારમાર્યો હતો. દરમિયાન ભાડુ લેવા ગઈ ત્યારે માર મરાતા ઈજાઓ પહોંચતા ભુજની જી.કે.માં ખસેડાઈ હતી.

કેરા પાસે બાઈક ચાલકને મરાયો માર

ભુજ : તાલુકાના કુંદનપર-કેરા ગામે રહેતા કારા સુમાર કોલીની બાઈકને રોકીને ઈબ્રાહીમ ઈસ્માઈલ કોલીએ માથાના ભાગે તેમજ પીઠમાં પાઈપ ફટકારીને માર માર્યો હતો. જેને સારવાર માટે ભુજની જી.કે.માં ખસેડાયો હતો.