ભૂજના ટાઉન હોલ ખાતે ખર્ચ નિયંત્રણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું

0
25

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી કામે ઇલેકશન એક્ષ્પેન્ડીચર મોનીટરીંગની વિધાનસભા મતવિસ્તારો માટે નિમણૂંક કરવામાં આવેલ જુદી-જુદી ટીમો જેમાં, આસીસ્ટન્ટ એક્ષ્પેન્ડોચર ઓબ્ઝર્વર, એકાઉન્ટીંગ ટીમ, વીડીયો વ્યુઇગ ટીમ, વીડીયો સર્વેલન્સ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા કલાઇગ સ્કવોડ ટીમના વડા/સભ્યો તથા પોલીસને આજ-રોજ તા.૧૪/૧૦/૨૦૨૨ ના ટાઉન હોલ મઘ્યે તાલીમ આપવાનું આયોજન કરવામાં આવેલ. જે તાલીમમાં નોડલ ઓફીસર,એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ભુજ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી,ભુજ, જિલ્લા સહાયક નિરીક્ષકશ્રી ,ભુજ, મામલતદારશ્રી (ચૂંટણી) ,ભુજ વિગેરે હાજર રહેલ. નોડલ ઓફીસર ,એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી,ભુજ દ્વારા તાલીમમાં ઉપસ્થિત તમામ કર્મચારીશ્રીઓને તેઓની કરવાની થતી કામગીરી માટે ઝીવણટપૂર્વક તાલીમ/સમજ આપવામાં આવેલ. જેમાં ચૂંટણી દરમ્યાન ઉમેદવારોને નિભાવવાના થતાં ખર્ચ સંબંધિ વિગતો, નાગરીકો તરફથી મળતી ફરીયાદો બાબતે પરીણામલક્ષી કરવાની થતી કામગીરી, રોજબરોજ કરવાના થતાં રીપોર્ટ સંહેત તમામ ટીમોએ કરવાની થતી કામગીરીની વિસ્તૃત સમજ આપવામાં આવેલ. સદરહુ તાલીમમાં કુલ-ર૯૭ જુદી-જુદી ટીમોના વડા/સભ્યો/પોલીસ હાજર રહેલ. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ,ભુજે આ તાલીમમાં પ્રાથમિક સમજ આપી, આગામી ચૂંટણી કામે કરવાની થતીકામગીરી બાબતે તમામ ટીમોને વાકેફ કરેલ.