ભચાઉના વનવિભાગમાં ભ્રષ્ટ જંગલરાજ : આડેધડ વૃક્ષ છેદન : લાકડાનો કાળો કારોબાર!

0
29

  • પૂર્વ કચ્છ વનઅધિક્ષકે ધ્યાને ન લેવુ..

લીલીઝાડી કાપી-સોથવાળીને કાળી કમાણી કરનારા શખ્સો કોણ ?

ભચાઉ પટ્ટામાં દરરોજના ર૦૦થી વધુ વૃક્ષો કપાય છે : ચોપડવા-લુણવા પટ્ટાના નાના-મોટા ઔદ્યોગીક એકમોમાં બોઈલરમાં વૃક્ષોના ગેરકાયદે કપાયેલા લાકડાઓનો થતો બેફામ ગેરઉપયોગ : સ્થાનિક વનવિભાગની હપ્તાવસુલીની ફરીયાદ

આક્ષેપો પાયાવીહોણા છે, ર૦-૦પ-૧૬જના પરિપત્ર અનુસાર ૮૬ વૃક્ષોને ટ્રાન્જિસ્ટ પાસમાથી મુકિત અપયોલ છે, અમારી રેન્જ-બીટ-જંગલ વિસ્તારમાં કયાંય વૃક્ષનુ નિકંદન થતુ નથી, છતા પણ સબંધિત એકમોમાં ચોકકસથી સરપ્રાઇજ ચેકીંગ કરીશુ : ભગીરથસિંહ ઝાલા(આરએફઓ, ભચાઉ રેન્જ)

ગાંધીધામ : વૃક્ષનું જતન કરો, વૃક્ષ બચાવો-પર્યાવરણ બચાવોના કાર્યક્રમો દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની સામે ટકી રહેવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર પણ રાજયભરમાં પણ સતત ચલાવી રહી છે ત્યારે બીજીતરફ આ જ સરકારી વિભાગ હેઠળના વનતંત્ર અને તેના જવાબદાર અધિકારીઓ દ્વારા જંગલરાજની સ્થિતી પેદા કરી દઈ અને વૃક્ષોનુ આડેધડ નિકંદન ખુદના ગજવા ભરી લેવાની લ્હાયમાં કરાવવામાં આવી રહ્યુ હોવાની ફરીયાદ પૂૃર્વ કચ્છના ભચાઉ રેન્જમાથી સામે આવવા પામી રહી છે. આ બાબતે થયેલી રજુઆતની વાત કરીએ તો ભચાઉ વિસ્તારમાં દરરોજ ર૦૦થી વધારે વૃક્ષ કપાતા હોવાનુ મનાય છે. આ લાકડાઓ જે નાના મોટા એકમોમાં પહોચે છે તે કંપનીઓમાં વન વિભાગ કચૈરીના જવાબદાર અધીકારીઆના હપ્તા બાંધેલા હોવાની ચકચાર ઉઠી રહી છે.ભચાઉ તાલુકામાં આવેલા આસપાસના ઔદ્યોગિક એકમોવાળાઓની સાથે મીલીભગત કરી અને વનવિભાગ આંખ આડા કાન કરી લેતા હોવાથી અહી મોટા પ્રમાણમા વૃક્ષોનું નિકેદન કરવામાં આવી રહ્યુ હોવાનુ મનાય છે. કહેવયા છે કે, દરરોજ છકડા પીકપ જીપ ૧૦૦થી વધારે ફેરા કરી રહ્યા છે. ભચાઉ ચોપડવા લુણવા પટ્ટામાં આવેલા અનેક નાના-મોટા ઉદ્યોગ આવેલાં છે જેમાં કંપનીના બોઇલરમાં ઇંધણ તરીકે વપરાતા વૃક્ષના લાકડાઓ વન વિભાગ ની મીઠી નજર હેઠળ બેફામ વપરાશ થાય છે. વૃક્ષો લાકડાં નું કાળો કારોબાર અને પરિવહન કરનારા વાહનચાલકો ખુલ્લેઆમ કહેતા ફરે છે કે, પ્રતિફેરાના ૫૦૦ રૂપિયા વન વિભાગના અધિકારીઓ અમારાથી લઈ જાય છે.વન વિભાગ કેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ છે તેવા સવાલોનો અહી જવાબ મળી જાય તેમ છે. અગાઉ આવા અનેક વાહનો ભચાઉ રેન્જમાં પકડવામાં આવતા હતા પરંતુ હવે કેમ નથી પકડાતા તે અહી સહજતાથી સમજાઈ શકે તેમ છે.બીજીતરફ આ બાબતે ભચાઉ વિસ્તારના આરએફઓ શ્રી ભગીરથસીહ જાલાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ઓક્ષપો તદન પાયાવિહોણા છે. અમારી રેન્જમાથી કયાંય પણ ગેરકાયદેસર વૃક્ષ છેદન થતું જ નથી. બાકી તો સરકારશ્રીના જ ર૦-પ-ર૦૧૬ના પરિપત્રથી ૮૬ જેટલા વૃક્ષોને ટ્રાન્સિસ્ટ પાસમાથી મુકિત અપાયેલ છે એટલે તેવા વૃક્ષો કપાતા હોય તો ખ્યાલ નથી. આ ઉપરાંત વન વિભાગને પ૦૦ રૂપીયા અપાતા હોવાની વાતને શ્રી ઝાલાએ નકારી હતી અને વૃક્ષોના લાકડાનો ગેરકાયઉપયોગ કોઈ એકમોમાં થતો હશે તો ચોકકસથી તપાસ કરવામા આવશે તેવી ખાત્રી ઉચ્ચારી હતી.