કાસેઝના સીકયુરીટી ઓફીસરની ભ્રષ્ટ લાપરવાહી કે ભાગબટાઈ? : કાસેઝમાં સ્ટાર નામધારી પેઢીનું મોટું કારનામું : કપડાનો પ૦૦ ટન જથ્થો ડમ્પીંગ યાર્ડમાં ઠાલવ્યો.!

0
73

કપડાના યુનિટને ડમ્પીંગ યાર્ડમાં કચરો ઠાલવવાની મંજુરી જ ન મળી શકે, તેમને તો રીએસકપોર્ટ કરવાનુ હોય છે, તો કચરો આવ્યો જ કયાંથી?એનબીસીસીના અધિકારી શું કરી રહ્યા છે? : વિદેશથી મંગાવાતા કલોથસને રીએકસપોર્ટ કરવાના હોય છે પરંતુ તેને ડીટીએ કરી દીધા બાદ, કસ્ટમના ચોપડે સ્ટોક મેન્ટેઈન કરવા કચરો દર્શાવી નાશ કરી દેવાયાની ગંધ : ડમ્પીંગ યાર્ડ પર કચરો ઠાલવવા આવનારને પરમીશન કોણ આપે છે? કાસેઝના તા.પાંચમી નવેમ્બરના આખાય દિવસના સીસીટીવી ફુટેજની થવી જાેઈએ ચકાસણી તો ચમકતા તારા નામધારી પેઢી-કાસેઝના સિકયુરીટી સલગ્ન અધિકારી સહિતનાઓના પગ તળે રેલો લંબાવવાની સેવાતી વકી 

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનેામીક જાેનમાં એક પછી એક કારસ્તાનો સતત ચર્ચાના એરણે જ ચડી રહ્યા છે. સોપારી પ્રકરણો તથા સિગારેટકાંડના અહેવાલેા અને તપાસો હજુ તો પુરી નથી થઈ ત્યાં તો ફરીથી કપડાના એક યુનિટનુ કારસ્તાન ભારે ચર્ચામાં આવી રહ્યુ હોવાની વાત બહાર આવવા પામી રહી છે. આ બાબતે સહેજ વિગેત વાત કરીએ તો વિદેશથી મંગાવાતા કલોથસને રીએકસપોર્ટ કરવાના હોય છે પરંતુ તેને ડીટીએ કરી દીધા બાદ, કસ્ટમના ચોપડે સ્ટોક મેન્ટેઈન કરવા કચરો દર્શાવી નાશ કરી દેવાના કીમીયાની અહીં પણ અજમાયીશ વધુ એક કિસ્સામાં થયા હોવાની વાત બહાર આવવા પામી રહી છે. કહેવાય છે કે, કાસેઝમાં ચમકતા તારા નામધારી એક પેઢી જે યુઝડ કલોથસના કામથી સંકળાયેલી છે તેના દ્વારા અહીની ડમ્પીંગ સાઈટ પર ર૦૦થી ૪૦૦ ટન જેટલો મટીરીયલ્સ કચરો દેખાડીને વેસ્ટ ડમ્પીંગ યાર્ડમાં ઠાલવી દીધુ છે.  જાે ડમ્પીંગ યાર્ડમાં આટલો મોટો કચરો યુઝડકલોથ્સના નામે ઠલવાયો હોય, અથવા તો યુજથકલોથસથી સંકળાયેલી પેઢીએ ઠાલવ્યો હોય તો મોટી ડયુટીચોરીનો આ કેસમા પર્દાફાશ થવા પામી શકે તેમ જાણકારો કહી રહ્યા છે.

કારણ કે યુઝડ કલોથસનુ મટીરીયલ પોલીસી અનુસાર વિદેશથી આવ્યુ હોય તો તેને વિદેશ પરત રીએકસપોર્ટ કરવાનુ હોય છે અને જે મટીરીયલ્સ ડીટીએ એટલે કે ડોમેસ્ટીક લોકલ માર્કેટમાં સેલ કરવામાં આવે તેને અનકટ બહાર કાઢી શકાતુ નથી. કટમાં પણ નહી. લોકલ માલ જે વેંચાવાનો થાય તે ગાભા, ચીંથરા બનાવીને જ વેચી શકાય છે અને તેના માટે પણ નિયમ અનુસાર ડયુટી ભરવાની થતી હોય છે. પરંતુ આવા યુનિટ દ્વારા સારો માલ વિદેશથી આવ્યા બાદ રીએકસપોર્ટ કરવાના બદલે તે જથ્થો ડીટીએ કરી મોટી કરોડોની ડયુટીચોરીનો ગેરલાભ ઉઠાવી અને બાદમાં સ્ટોક મેઈન્ટેન કરવાને માટે કચરો દર્શાવીને તેને ડમ્પીંગ યાર્ડમાં ઠાલવાયો હોય તેમ જાણકારો માની રહ્યા છે. જાે આમ થયુ હોય તો કાસેઝ પ્રશાસન, સિકયુરીટી ઓફીસર, એનબીસીસી અને તેના અધિકારીઓ સહીતનઓની જવાબદારી અહી સીધી જ શંકાની નજરે જાેવામાં આવી શકે તેમ છે.

ડમ્પીંગ યાર્ડ પર કચરો ઠાલવવા આવનારને પરમીશન કોણ આપે છે? કાસેઝના તા.પાંચમી નવેમ્બરના આખાય દિવસના સીસીટીવી ફુટેજની થવી જાેઈએ ચકાસણી તો ચમકતા તારા નામધારી પેઢી-કાસેઝના સિકયુરીટી સલગ્ન અધિકારી સહિતનાઓના પગ તળે રેલો લંબાવવાની વકી સેવા ઈરહી છે.

બીજીતરફ આ બાબતે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનના સિકયુરીટી ઓફીસર શ્રી કમોરને પુછતાં તેઓએ કહ્યુ હતુ કે, ડમ્પીંગ યાર્ડમાં આવો કોઈ કચરો ઠલવાયો છે તેની તેઓને ખબર જ નથી. કપડાનુ યુનિટ હોય તો તેઓને તો આવી રીતે કચરો ઠાલવાની મંજુરી જ નથી. શ્રી કમોર આ બાબતે તદાન અજાણ જ હોય તેમ વાત કરી અને વેળાસર જ આ બાબતે તપાસ કરાવવાની ખાત્રી આપી હતી.

મજાની વાત તો એ છે કે, સિકયુરીટી ઓફિસરની અજાણતાથી આ રીતે ડમ્પીંગ યાર્ડ પર કપડાના કોઈ યુનિટમાથી ર૦૦-૪૦૦ ટન માલ કચરાના નામે નીકળી જ ન શકે? અને એટલે જ અહી સવાલો થઈ રહ્યા છે કે, આવા ગતકડાઓમાં કાસેઝના સિકયુરીટી ઓફીસરની ભ્રષ્ટ અને ઘોર લાપરવાહી સમજવી કે પછી આંખમિચામણા? જાે કે, કાસેઝ પ્રસાસન વતીથી આ બાબતે સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુઝડકલોથસ બધો જ રીએકસપોર્ટ કરાય છે તેવુ નથી, ડી ગ્રેડના કપડા હોય તેને કચરા તરીકે નિકાસ કરવાની ચોકકસ મંજુરી-પરવાનગીઓ સાથે જ કરી થઈ શકે છે. જાે કે, આ ચોકકસ કેસમાં મંજુરી છે કે નહી, તેની તપાસ કરીને કાસેજ વતીથી કહેવાયુ હતુ કે, ઝોનમાં એક નવુ યુનિટ આવ્યુ છે, તેને નવો શેડ લીધો છે, એટલે અગાઉનો જે કચરો પડયો હતો તે જ ડમ્પીંગ યાર્ડમાં ઠાલવ્યો છે અને તે કચરો કાઢવાની મંજુરી પત્ર પણ આ યુનિટ પાસે હોવાનુ કાસેઝ વતીથી કહેવાયું હતુ.