હનુવંતસિંહ સામે કન્ટેમટ ઓફ કોર્ટ દાખલ કરાશે

0
32

મહારાણી પ્રીતિદેવી પરિવારની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ભુજ : માતાનામઢમાં આઠમના દિવસે બંને પક્ષો દ્વારા પતરીવિધિ કરવામાં આવી છે ત્યારે તે જ દિવસે સાંજે ભુજમાં મહારાણી પ્રીતિદેવી પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકારો સાથે વાતચીત કરતા રાજવીર પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું કે, મહારાણી પ્રીતિદેવીએ પરંંપરા મુજબ તેમની ફરજ બજાવી છે. હાઈકોર્ટ દ્વારા જણાવાયું હતું કે જાે હનુવંતસિંહને પૂજા કરવી હોય તો કોર્ટમાં અરજી કરવાની રહેશે. મહારાણી પક્ષ દ્વારા અરજી કરવામાં આવી હતી. સામા પક્ષે કોર્ટના બદલે  વાદીના વકીલના વોટસએપ પર અરજી મોકલી હતી જેથી અદાલતના આદેશનો ભંગ કરી હનુવંતસિંહ દ્વારા પતરીવિધિ કરવામાં આવી છે. જેથી આ મામલે તેમની સામે કન્ટેમટ ઓફ કોર્ટ દાખલ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, નિયમ મુજબ ચાચમવિધિ અને માતાનામઢમાં પતરીવિધિ બાદ રાજાબાવાને મળવાનું હોય છે, પરંતુ રાજાબાવાને મળવા ગયા છતાં પણ તેઓ ન મળતા તેની નારાજગી વ્યકત કરી હતી. પતરીવિધિ બાદ ભુજ આવીને દરબારગઢમાં ટીલામેડીમાં મહામાયાના મંદિરે નવા ચામરનું પૂજન કરવામાં આવે છે તે બાદજ સમગ્ર વિધિ પૂર્ણ થાય છે તે તમામ વિધિ મહારાણી પ્રીતિદેવી દ્વારા કરવામાં આવી છે.