ડીપીટી-કંડલામાં ઓવરલોડનું દુષણ ફુલસ્પીડમાં : સરકારને મોટો આર્થિક ફટકો : તંત્ર કેમ કોમામાં ?

દેશના મહાબંદર પર આવતી અનેકવિધ ચીજવસ્તુઓની આયાત-નિકાસમાં મોટાપાયે ઓવરલોડ વાહનોની હેરફેર : પોર્ટ પ્રસાસનના ખુદના જ કાંટા હોવા ઉપરાંત ઓવરલોડ કેમ ધમધમે છે..?

પૂર્વ કચ્છ પોલીસતંત્ર, આરટીઓ વિભાગ-અધિકારીઓની મીઠીનજર કે પછી અંધારામાં? : ઓવરલોડના દુષણને કેમ ડામવામાં નથી આવતુ? બે-પાંચ છુટ્ટીછવાઈ ગાડીઓ પકડનાર પોલીસ-આરટીઓના અધિકારીઓની ભૂમિકા આવી રહી છે શંકામાં?

ઓવરલોડના દુષણથી ફાટીને ફુલેકે ચડનારા અમુક તત્વો બેનામી આવક બાદ માફીયાગીરી અપનાવતા થઈ રહ્યા છે, તંત્ર-સરકારને માટે જ આવા માફીયાઓ બની જાય છે પછી શિરદર્દમાન

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ કંડલામાં દેશ-વિદેશમાથી અનેકવીધ ચીજવસ્તુઓનુ આયાત-નિકાસ કરવામા આવે છે અને તેના પરીવહન ટ્રકો સહીતના વાહનો મારફતે પોર્ટમાથી કરવામા આવી રહ્યો છે. આ પોર્ટમાં થતા પરીવહનમાં સરકારને મળતી આવકના કરતા ડબલ તો ઓવરલોડના દુષણ વકરી ગયા હોવાથી ફટકા પાડી રહી હોવાની ફરીયાદ સપાટી પર આવવા પામી રહી છે. આ મામલે કહેવાય છે કે, વર્તમાન સમયે ડીપીટી-કંડલામાં ઓવરલોડનુ દુષણ ફુલસ્પીડમાં ચાલી રહ્યુ છે. વાહનની કેપીસીટી અનુસાર જ સરકારમાં ટેક્ષ જમા કરાવાયેલ હોય છે પરંતુ તેનાથી અધધ ગણી ક્ષમતા સાથે અહી માલ પરીવહન કરવામા આવી રહ્યા છે. આ પ્રકારની ગેરરીતીઓ ન થાય તે માટે ડીપીટી-કંડલામાં કાંટાઓ તૈનાત રખાયેલા છે અને અહી વજન કરીને વાહનોને પસાર થવા દેવામા આવતા હોય છે. તો પછી સવાલ એ થાય છે કે, આટઆટલી ચોકકસાઈ રાખવામા આવતી હોવા છતા પણ કેમ ઓવરલોડ વકરી જવા પામ્યુ છે? કાંટા ડીપીટીના ખુદના જ હોય અને છતા ઓવરલોડ વાહનોનો ધમધમાટ ચાલતો હોય તો હકીકતમં પ્રસાસને કાંટાના સ્ટાફના બરાબરના ઉધડા લેવા જોઈએ. તેઓની સામે જ કડક રાહે કામગીરી કરી દેખાડવી ઘટે.જાણકારો દ્વારા અહી વધુ લાલબત્તી ધરતા કહી રહ્યા છે કે, ઓવરલોડના દુષણથી ફાટીને ફુલેકે ચડનારા અમુક તત્વો બેનામી આવક બાદ માફીયાગીરી અપનાવતા થઈ જતા હોય છે અને બાદમાં આવા ઓવરલોડ ધમધમાવનારાઓ તંત્ર-સરકારને માટે જ માફીયાઓ શિરદર્દમાન સમાન બની જતા હોય છે. ઓવરલોડના દુષણને અગાઉ પણ ભારે ચકચારો જગાવી જ છે.કંડલા પોર્ટ પ્રસાસનને તો આ ઓવરલોડનો સડ્ડો કદાચ નથી દેખાતો પરંતુ પોલીસતંત્ર અને આરટીઓ અધિકારીઓ શુ કરી રહ્યા છે? આટઆટલી ગાડીઓ, વાહનો અહીથી પસાર થતા હોય છે તો કેમ તેમના રેન્ડમલી ચેકીંગની આકસ્મિક ઝુંબેશ ગોઠવવામાં આવતી નથી? પોલીસતંત્રને કે આરટીઓ અધિકારીને આ ઓવરલોડ બાબતે ગતાગમ જ નથી કે શુ? એવુ તો બને જ નહી કે આટલી મોટી સંખ્યામાં અહી ગાડીઓ દોડતી હોય અને તેની પોલીસ-આરટીઓ વીભાગને કોઈ જ ખબર શુદ્ધા ન હોય..! છુટ્ટીછવાઈ એકાદ -બે ગાડીઓ પકડીને કામગીરી કરી લીધી હોવાનો સંતોષ માનતા આ તંત્રોની ભૂમિકા પણ અહી શંકાના દાયરામાં જ આવતી જોવાઈ રહી છે. હકીકતમાં સરકારની તિજોરીને મેાટુ નુકસાન પહોચાડતા આવા ઓવરલોડના દુષણ પર વેળાસર જ બ્રેક મારવો અતિ જરૂરી બની રહ્યો છે.