વાગડમાં કોંગ્રેસના વળતાં પાણી : વિરેન્દ્રસિંહના સમર્થનમાં પ૦૦ કાર્યકરોએ કેસરિયો ખેસ કર્યો ધારણ

0
46

પાંચ વર્ષ કોંગ્રેસના ધારાસભ્યની ઉપેક્ષાથી નારાજ કાર્યકરો વીરેન્દ્રસિંહ જાડેજાની કાર્યપદ્ધતિથી પ્રેરીત થઈ ભાજપમાં જોડાયા : વાગડના અનેક ગામડાંઓ થયા કોંગ્રેસમુક્ત : ગત ટર્મમાં માંડવી- મુંદરા બેઠક પર ૪૩૦૦ કરોડના કામો સાથે વીરેન્દ્રસિંહ જાડેજા રાજ્યમાં મેળવ્યો છઠ્ઠો ક્રમ : હવે રાપર પંથકના વિકાસ માટે વીરેન્દ્રસિંહ જાડેજા તરફ મીટ મંડાઈ

રાપર : રાજ્યની છઠ્ઠા ક્રમાંકીત રાપર વિધાનસભા બેઠક વિસ્તારમાં કોંગ્રેસના વળતા પાણી થયા છે. ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાની કાર્યશૈલીથી પ્રેરીત થઈ વાગડ કોંગ્રેસના પ૦૦ જેટલા પદાધિકારીઓ અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લેતાં કોંગ્રેસ પાર્ટીમાં તોતિંગ ગાબડું પડ્યું હતું. કોંગ્રેસ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દઈ ભાજપમાં જોડાઈ જતાં રાપર અને ભચાઉ તાલુકાના અનેક ગામો કોંગ્રેસ મુક્ત થયા છે. વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં રાપર બેઠક ઉપર વિપક્ષી ધારાસભ્ય ચૂંટાતા છેલ્લા પ વર્ષમાં લાંબા અરસાથી પછાત એવા રાપર તાલુકાનું પછાતપણું અનેક ઘણું વધી ગયું છે. વિકાશશીલ તાલુકાના વિકાસની ગતિને બ્રેક જ લાગી ગઈ છે. રાપર વિધાનસભા બેઠક ઉપર ભાજપ દ્વારા માંડવી બેઠક ઉપર ગત ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ જાડેજાને ધોબી પછડાટ આપીને જાયન્ટ કીલર સાબીત થયેલા વિરેન્દ્રસિંહ જાડેજાને ટીકીટ આપતા ભાજપના કાર્યકરો અને તાલુકાના રહેવાસીઓમાં તો ખુશીની લાગણી છે જ પરંતુ કોંગ્રેસના કાર્યકરોમાં પણ આનંદની લાગણી છવાઈ છવાઈ છે. મુંદરા માંડવીની માફક પછાત રાપર તાલુકાને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઈ જશે તેવો વિશ્વાસ સ્થાનિક લોકો અને ખુદ કોંગ્રેસના કાર્યકરોમાં પણ બુલંદ બન્યો છે. તેમની કાર્ય પદ્ધતિને અનુલક્ષીને તેમણે કરેલા કામો નિહાળીને અખુટ વિશ્વાસ સાથે વાગડના કોંગ્રેસના અગ્રણીઓ, દિગ્ગજો નેતાઓ, કાર્યકરો સામૂહીક રીતે શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને ઐતિહાસિક લીડ સાથે જીતાડવા માટે સંકલ્પબદ્ધ બન્યા છે.ભાજપ ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલયના કાર્યાલવાદ મંત્રી વિનોદભાઈ થાનકીની યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે યોજાયેલી સભાથી માંડી આજદિન સુધી રાપર વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં યોજાયેલી સભા દરમ્યાન પ૦૦થી વધુ અગ્રણીઓ, કાર્યકરો, કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાતા રાપર કોંગ્રેસમાં ભયાનક ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે.
ભચાઉ તાલુકાના વાંઢિયામાં તાલુકા કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ સરપંચ રામાભાઈ હીરાભાઈ હેઠવાડિયા, ગ્રામ પંચાયતના પૂર્વ સદ્દસ્ય વાલજીભાઈ રાણાભાઈ બાળા અને અન્ય પ૦થી ૧૦૦ કાર્યકરો,ઘરાણા (તા. ભચાઉ)
ઘરાણામાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને ઘરાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ ગણેશભાઈ ભચાભાઈ જોસળફાડ, ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુભાઈ ગોકરભાઈ ડાંગર, ઘરાણા ન્યાય સમિતિના ચેરમેન વાલાભાઈ રાયસીભાઈ હરીજન, પંચાયત સભ્ય અને કોલી સમાજના અગ્રણી ખેતાભાઈ સુરાભાઈ કોલી, આહિર અગ્રણી અરજણભાઈ પુંજાભાઈ ડાંગર, રણછોડભાઈ ખેંગારભાઈ ડાંગર, ધનાભાઈ ડાયાભાઈ પરમાર (અનુ.જાતી સમાજના અગ્રણી), આહીર અગ્રણી ગણેશભાઈ જીવાભાઈ જોસળફાડ, ઘરાણા ગ્રામ પંંચાયત સભ્ય ભરતભાઈ મોહનભાઈ રાકાણી, ધરાણાના આહીર અગ્રણી બાબુભાઈ ડાયાભાઈ જોસરફાડ, કોળી કસમાજના અગ્રણી બાબુભાઈ લખમણભાઈ કોલી અને અન્ય સર્વે સભ્યો.વોંધડા (તા. ભચાઉ)વોંધડાના સરપંચ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગણેશાભાઈ અરજણભાઈ છાંગા, માજી ઉપસરપંચ લખુભાઈ કાનાભાઈ આહીર, માજી ઉપસરપંચ કાનાભાઈ ભગુભાઈ આહીર, સભ્ય મેઘરાજ રવાભાઈ કોંસંગ, પરબતભાઈ રાજાભાઈ ભુટક, ભાઉમા કેણુભા જાડેજા, દેવકરણભાઈ જસાભાઈ, લખુભાઈ અરજણભાઈ છાંગા, ગોવાભાઈ ભુરાભાઈ છાંગા, માદેવાભાઈ ડાયાભાઈ છાંગા અને અન્ય ૪૦થી પ૦ સભ્યો.સામખિયાળી ભચાઉ તાલુકાના સામખિયાળીમાં આહીર સમાજના યુવા અગ્રણી મુરજીભાઈ ડાયાભાઈ બાળા, અગ્રણી નશાભાઈ ભારમલભાઈ બાળા, જિલ્લા પંચાયતના માજી સદસ્ય રામાભાઈ વેરાભાઈ બાળા, અગ્રણી રામાભાઈ વેરાભાઈ બાળા, અગ્રણી કવાભાઈ ગણેશભાઈ બાળા, ગણેશાભાઈ કાનાભાઈ છાંગા અને અન્ય ૧૦૦થી ૧રપ સદ્દસ્યો.જંગી ભચાઉ તાલુકાના જંગીમાં આહીર અગ્રણી ભીખાભાઈ ગંગાભાઈ હેઠવાડિયા, ડાયાભાઈ અરજણભાઈ ડાંગર, ગોવાભાઈ ગણેશભાઈ ડાંગર અને અન્ય સભ્યો.છાડવારા
છાડવારાના માજી સરપંચ દેવાભાઈ નોંઘાભાઈ માતા, ભચાઉ તાલુકા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ નગાભાઈ વજુભાઈ માતા, સરપંચ ભરતભાઈ કરશનભાઈ આહીર, નગાભાઈ વજુભાઈ આહીર, સાંજણભાઈ ખીમાભાઈ આહીર, કાનાભાઈ વીરાભાઈ આહીર, લખુભાઈ કાનાભાઈ આહીર, ભાણાભાઈ રાણાભાઈ આહીર, નોંઘાભાઈ કયાભાઈ આહીર, ખીમજીભાઈ શંભુભાઈ આહીર, દેવકરણભાઈ ભીખાભાઈ આહીર, મેઘાભાઈ કાયાભાઈ આહીર, મેઘાભાઈ વીરાભાઈ આહીર, આણંદાભાઈ હીરાભાઈ આહીર, પચાણભાઈ કાયાભાઈ આહીર, કરશનભાઈ જીવાભાઈ આહીર, મેપાભાઈ હીરાભાઈ આહીર.કુંભારીયા માજી સરપંચ ગણેશાભાઈ જીવાભાઈ ડાંગર, આહીર અગ્રણી ગમોશાભાઈ વિરાભાઈ ડાંગર, પૂર્વ સરપંચ કાનાભાઈ રણછોડભાઈ જેસરફાડ, પૂર્વ સરપંચ ભરવાડ ભગુભાલ નાથાભાઈ ભરવાડ, ભરવાડ ખેબાભાઈ મેપાભાઈ, ભરવાડા બાળાભાઈ વિશાભાઈ, ભરવાડ માધાભાઈ વસાભાઈ, ભરવાડ ઉકાભાઈ વેલાભાઈ, ભરવાડ લખાભાઈ દેવશીભાઈ.વજેપર રાપર તાલુકાના વજેપરમાં રાષ્ટ્રીય દલીત અધિકાર મંચના પ્રમુખ કાંતિભાઈ ડાયાભાઈ મહેશ્વરી સાથે ૧૦૦થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. કાર્યકરો વિરલભાઈ પટેલ, દેવુભા ગોકળભા ગઢવી, શિવુભા પબજીભા ભાટી (દરબાર), આંબાભાઈ પાંચાભાઈ રબારી, રમેશભાઈ નારણભાઈ મહેશ્વરી, શામજીભાઈ વાઘાભાઈ પટેલ, કમલેશભાઈ ગણેશભાઈ પટેલ, મોતીભાઈ ભચુભાઈ મહેશ્વરી, જગદીશભાઈ વિઠ્ઠલભાઈ સાધુ, દેવરાજભાઈ કાનાભાઈ કોલી, રમેશભાઈ છગનભાઈ કોલી, સુનિલભાઈ નાગજીભાઈ મારાજ જોડાયા હતા.
લાકડિયા લાકડિયા ગામના પૂર્વ સરપંચ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી અને કોંગ્રેસના પીઠ આગેવાન ફતેહમામદભાઈ, ઉમરજી રાઉમા, ખલીફા નુરમામદ, લંઘા રમજુ, મુકેશભાઈ મહેશ્વરી, કાંતિભાઈ મહેશ્વરી, ગગડા અનવર, રાઉમા રજાક, કોલી પોપટ, નુરમામદ ફકીર, રમજુ બવા ફકીર, રાઉમા કરીમધ સહિત રપ૦થી વધુ કાર્યકર્ત્‌ઓને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.હમીરપર મેઘા રાયણા, છતા વાના, રામજી રાયમલ, પાચા રઘુ, દાના વેલા, ભલા દાના, ભરવાડ સમાજના આગેવાનો જોડાયા છે.ચોબારી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા માજી સરપંચ લાલજી રાણશી વરચંદ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વાલજી રાણશી વરચંદ, આહીર સમાજના અગ્રણી પરત બીજલ ઝાલાણી, રણમલ જેઠા ઢીલા, નારણ રણમલ વરચંદ, ઈશ્વર હરી વરચંદ, દેવકણ રણછોડ ચાવડા, પાંચા નામોરી વરચંદ, રામજી વાલજી વરચંદ, ઈશ્વર વેલા વરચંદ, રામા હરી વરચંદ, વેલા જેઠા ઢીલા, ભીખા રણમલ વરચંદ, કાના જેઠા ઢીલા, કાંયા બીજલ વરચંદ, રમેશ બીજલ વરચંદ, ડાયા હીરા સવાણી, નામેરી હમીરા કાનાણી, હમીરા વાલા કાનાણી, સામજી વેલા વરચંદ, ગોકર હમીરા વરચંદ, ઈશ્વર નામેરી વરચંદ, વિશન ગોવિંદ વરચંદ જોડાયા હતા.આધોઈ જાડેજા જશુભા કલુભા, જાડેજા રવિરાજસિંહ હાલુભા, જાડેજા હરિસંગજી વનાજી, વાઘેલા રોહિતસિંહ નરપતસિંહ, વાઘેલા પથુભા, વાઘેલા ગજેન્દ્રસિંહ હેમુભા, વાઘેલા દિલરાજસિંહ ખુમાનસિંહ, પરમાર રાજેન્દ્રસિંહ પ્રવીણસિંહ, વાઘેલા મહેન્દ્રસિંહ અમરસંગ, જાડેજા શુભમ અજિતસિંહ, શા કનૈયાલાલ નેણશી – નગરશેઠ, ચરલા જવેરબેન હેમરાજ હરખચંદ, બોરીચા રામજી પુનશી, ચરલા હરખ લગધીર, વણકર ખુમાણભાઈ જખરા, વણકર હરિલાલ જીવા, ચાવડા નરશી રૂડા, ગૌસ્વામી ધનસુખપુરી દયાળપુરી તથા ભાઈઓ, ગૌસ્વામી ભાવેશગર નરશીગર, ગૌસ્વામી હસમુખપુરી છેલપુરી, ગૌસ્વામી વિશનપુરી શિવપુરી, લુહાર ગોરધન ધરમશી, સુતાર અમૃતલાલ ધરમશી, લુહાર અમૃતલાલ માધવજી, લુહાર દિનેશ ધરમશી, લુહાર પ્રભુલાલ ધરમશી, લુહાર સુરેશ ધરમશી, પરમાર કિશન પ્રવીણ, સુતાર અક્ષર રમેશ, દરજી હિરેન રમેશ, દરજી ભરત રમુ, કોલી રાજેશ વિપુલ, પરમાર હરેશ શૈલેશ, ચરલા રમેશ આણંદા, ચરલા પ્રવીણ મેકણ, રામસજીવન યાદવ, ભરવાડ જગમાલ સીદા, પ્રજાપતિ સુરેશ ભચુ, પ્રજાપતિ સચિન સુરેશ, પ્રજાપતિ વિપુલ સુરેશ, પ્રજાપતિ જયેશ સુરેશ, પ્રજાપતિ ઉમંગ સુરેશ, પ્રજાપતિ ભરત ભચુ, પ્રજાપતિ મનજી અરજણ, પ્રજાપતિ પ્રવીણ મનજી, પ્રજાપતિ પરેશ મનજી, વણકર આલા ગણેશ, વણકર ગિરધર આલા, વણકર રમેશ ભૂરા, વણકર ગિરધર ભૂરા, વણકર ઘનશ્યામ ભૂરા, વણકર હિરેન ખુમાણ, વણકર અનિકેત ખુમાણ, ધયડા ઈશ્વર બાબુ, ધયડા બાબુ મેરામણ, વણકર રામજી વાઘા, વણકર ગોકર જીવા, વણકર વિનોદ ગોકર, વણકર મુકેશ ગોકર, વણકર ધનજી જીવા, વણકર હાર્દિક ધનજી, વણકર મનજી જીવા, વણકર વિનોદ મનજી, વણકર રમેશ કલા, વણકર કલા રાણા, ચાવડા રૂડા જીવા, ચાવડા ખીમજી રૂડા, ચૌહાણ અભરામ ગુલમામદ, ચૌહાણ ઈકબાલ કાસમ, સમા ઈકબાલ મામદ, પીંજારા રમજુ હાજી, પીંજારા દિલનવાઝ રમજુ, પીંજારા હુસેન ઈસ્માઈલ, ચૌહાણ કાસમ ગુલમામદ, ચૌહાણ હુસેન ગુલમામદ, સમા રમજુ હાજી, સમા હાજી જુમા, સમા સુલતાન હાજી, કોલી મોહન ખેતા, કોલી દેવશી મોતી, કોલી હીરા દેશરા, કોલી દેશરા ધરમશી, વણકર દિનેશ વાઘા, વણકર પોપટ દેવશી, વણકર ખેતા જખરા, વણકર સચિન ખેતશી, વણકર સંજય ખેતશી, ચાવડા વીરા જીવા, ચાવડા મંગુ મ્યાજર, ચાવડા લખમણ પેથા, ભીલ હરજી ભચુ, ભીલ નાનજી, ભીલ કાનજી કરમણ, ઠક્કર રમેશ વિશનજી, ઠક્કર લાભુ નારણજી, ઠક્કર જિગર વિશનજી, ગોસ્વામી પ્રભુપુરી દયાળપુરી, ગોસ્વામી નભુપુરી દયાળપુરી, ગોસ્વામી ઈશ્વરપુરી દયાળપુરી, ગોસ્વામી કૈલાશપુરી દયાળપુરી, ગોસ્વામી હાર્દિક ધનુપુરી, પ્રજાપતિ લખમશી મૂરજી, પ્રજાપતિ હરિ પાંચા, પ્રજાપતિ બીજલ હમીર, પ્રજાપતિ નારાણ ભૂરા, પ્રજાપતિ વિનોદ વાલજી, પ્રજાપતિ જેન્તીલાલ અરજણ, પ્રજાપતિ કાનજી ખીમજી, પ્રજાપતિ નાનજી આલા, જોષી ભાવેશભાઈ સુરેશ, જોષી મેહુલ મનસુખલાલ, પ્રજાપતિ રામજી આલા, શિયાર કરણ ભીખા, સંઘાર લમખણ પુના, કોલી તરશી શંભુ, કોલી કરશન ભચુ, કોલી દેવા જેઠા, કોલી જગદીશ શંભુ, કોલી રામા ચોડા, વારૈયા જેઠા હાજા, વારૈયા અજમલ મોહન, પ્રજાપતિ કાનજી ખીમા, વણકર ભૂરા લાધા, ભાટ ધર્મેન્દ્ર કાનજી, ભરવાડ કરશન ધારા, ભરવાડ હમીર ધારા, ભરવાડ લખમણ, ભરવાડ પ્રવીણ બીજલ, જાડેજા અરવિંદસિંહ કલુભા, જાડેજા મહેન્દ્રસિંહ કલુભા, જાડેજા વિજયસિંહ વિક્રમસિંહ, જાડેજા હાલુભા જાલમસંગ, લુહાર વિજય અમૃતલાલ, સુતાર રમેશ અમૃતલાલ, સુતાર રમેશ નારણ,ખડીર પુરજી રાઠોડ – જનાણ, આહીર ભીખા દુદા – કલ્યાણપર, ભીલ સામજી હલા, કોલી કરસન ભચા – ધોળાવીરા, કોલી પીરા ખોડા – ધોળાવીરા, સોઢા ચનુભા બનેસંગ – ધોળાવીરા, સોઢા ભરથસિંહ દાદુજી – ધોળાવીરા, સોઢા ખેતુભા વાઘજી – ધોળાવીરા, આચાર સુમાર – ધોળાવીરા, કોલી મનજી કરસન ધોળાવીરા, કોલી મનજી કરસન – ધોળાવીરા, કોલી રામજી ભચા – ધોળાવીરા, સોઢા રણસિંહ કેશુભાઈ – ધોળાવીરા, મનજીભાઈ પોપટ – ૯૭૧રર ૭૩૭૧૬, ભીખા દુદા, સામજી હંસા – ૯૯૭૯૬ ૧૦૬૯૪, હરિ પાંચા – ૯૭૧રર ૭૩૬પ૪, સાકરા સામતા – ૯૬ર૪૯ ૪૦પ૩૩, ચોથા સજા – ૮ર૩૮૮ ૭૭રર૮ આડેસર દલાભાઈ લગધીરભાઈ (માજી સરપંચ, આડેસર), બાબુ સવા (આડેસર માજી સરપંચશ્રી), શિવલાલ બારોટ (માજી સરપંચ), રાણાભાઈ એમ. આહીર (પ્રમુખ, વાગડ આહીર સમાજ), મનુભાઈ રૂપાભાઈ દેવીપૂજક, કલ્પેશ બારોટ, હીરજી નારણ દેવીપૂજક, ભચા રત્ના આહીર, રમણીક અમીચંદ ઠક્કર (અગ્રણી, ઠક્કર સમાજ), નાથા માદેવાભાઈ રવા આહીર (આડેસર), ડી.કે. આહીર (આડેસર), અમરશી નારણ દેવીપૂજક, ભોજાભાઈ રબારી – સણવા.લખાગઢ નારણ માદેવા (માજી ઉપસરપંચ, લખાગઢ), નાથા વેરશી આહીર, અરજણ પાતા આહીર, અમરશી રામજી કોળી, મોતી સીદા ભરવાડ,મોમાયમોરા જીવણભાઈ કોડ, દશરથભાઈ કોડ, નારણ ખેંગા ભાજપમાં સામેલ થયેલ ગણેશપર-ખડીર ઢીલા સવાભાઈ ડોશાભાઈ, લોઢા ભાવાભાઈ વેરશીભાઈ, લોઢા શામજી ભાવાભાઈ, ઢીલા મેહુલભાઈ ડાયાભાઈ, ચાવડા ભીખાભાઈ નારણભાઈ, રાઠોડ ચનુભા દોલજી, બકુતરિયા હીરાભાઈ ભૂરાભાઈ, ચાવડા શામજીભાઈ વેલાભાઈ.