એલએલડીસી ખાતે મ્યુઝિક મહોત્સવનું સમાપન

0
30

ભુજ: તાલુકાના અજરખપુર ખાતે એલએલડીસી મ્યુઝિયમમાં ખાતે ચાલી રહેલા એલએલડીસી ફેસ્ટિવલ ઓફ મ્યુઝીક ર૦રરના ત્રિદિવસીય મહોત્સવના અંતિમ દિવસે આગામી બે દિવસની જેમ સંગીતનો માહોલ જામ્યો હતો.
કચ્છના ખ્યાતનામ લોક કલાકાર મૂરાલાલા મારવાડા અને તેમના ગ્રૂપ દ્વારા કબીરવાણી અને લોક સંગીત રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા ચરણમાં જાણીતા ગાયક અને ગીતકાર, જેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતજ્ઞ એવા હરપ્રીત સિંધ સૂકી સંગીત રજૂ કરીને લોકોના દિલ જીતી લીધા હતાં. શરૂઆત કોક સ્ટુડિઓ ફેમ એવા મુરાલાલ મારવાડાથી શ્રી ગણેશ માંડવામાં આવ્યા હતા. એમણે ભજન, લોકગીત અને કાફીની રજૂઆત કરીને પ્રેક્ષકોને ડોલવ્યા હતા. જાેડીયા પાવા પર કાનજી મારવાડા અને નારાણભાઈએ ધઘડો- ગમેલો પર સાથ આપ્યો હતો. તેમજ સુખદેવભાઈએ જાંજ, કેશાભાઈ ખરતાલ અને માયાભાઈએ મંજીરાં વગાડીને સઠયોગ આપ્યો હતો.
બીજા ચરણમાં જાણીતા ગાયક અને ગીતકાર, જેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતજ્ઞ એવા હરપ્રીત સિંધ સૂકી સંગીત રજૂ કર્યું હતું. તેમણે કબીર, બુલ્લેશાહ અને બીજા ઘણા ખ્યાતનામ કવિઓની રચના પ્રસ્તુત કરી. અનિરબન ઘોષે બાસ ગિટાર પર પોતાની આંગળીઓનો કમાલ બતાવ્યો હતો અને એક પૂરક સંગીત સહાયકની ભૂમિકા ભજવી હતી. જ્યારે વરુણ ગુપ્તાએ ક્લેપ બોક્સ અને સ્નીર દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા.
મુરલાલા મારવાડા અને તેમની ટીમનું ભાવનગર વીઆરટીઆઈના ટ્રસ્ટી એવા નિંતિનભાઈ ધવેએ સન્માન કર્યું. જ્યારે હરપ્રીત અને એની ટીમનું કેસીસી અને કસબ સંસ્થાના મોવડી એવા પંકજભાઈ શાહના હસ્તે સન્માન કરવામાં આવ્યું. સૂત્રધારની ભૂમિકા કપિલ ગોસ્વામીએ નિભાવી હતી. મનેજિંગ ડાયરેક્ટર દિપેશભાઈ શ્રોફ અને મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે કાર્યક્રમને સફળ બનાવવા ટીમની દોરવણી કરી હતી. સંસ્થાના અગ્રણીઓ મહેશ ગોસ્વામી, રાજીવ ભટ્ટ, વિશાલ મકવાણા, ભૌતિક વૈષ્ણવ અને શ્રુજનની સમગ્ર ટીમે આ મહોત્સવને ઉત્તમ બનાવવાનું ભગિરથ કાર્ય કર્યું હતું.