મત ગણતરીના દિવસે પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરવું

0
45

જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના ભુજ આવેલ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ મણગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે વિધાનસભા મતગણતરીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે ભારતના ચુંટણી પંચ તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ થી તેમને મળેલ સતાની રૂએ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીની મત ગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના થનાર છે. મત ગણતરી મથકોની આસપાસ સવારના ૬ વાગ્યાથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચારસંહિતા અને કાયદોઅને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ચારથી વધુ વ્યકિતઓ એકઠા થઇ શકશે નહીં. સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહીં અને સરઘસ કાઢી શકાશે નહીં. ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત વાહન લઇ જઇ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ વ્યકિત બાકસ, લાઈટર, ગેસ લાઈટર કે અન્ય સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ લઇ જઇ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. નહીં. મતગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો તથા રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા સંભવ હોય તેઓએ મતગણતરીની કામગીરીમાં કોઇ અડચણ ઉભી કરવી નહીં.

આ હુકમ ભારતના ચુંટણી પંચ દ્વારા નિયુકત ઓબ્ઝર્વરશ્રીઓ, ચુંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો. ચુંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અથવા નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અથવા પોલીસ અધિકક્ષશ્રી દ્વારા અધિકૃત કરેલ તેવા વ્યકિતઓને આ લાગુ પડશે નહીં.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે. તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂ.૨૦૦/- નો દંડ અથવા બંને સજા થઇ શકશે.