ચુંટણી પ્રક્રિયા દરમિયાન ખર્ચ સબંધિત ફરિયાદ સામે ટ્રોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૩૮૯ ઉપર ફરિયાદ કરી શકશે

0
32

ભારતના ચૂંટણી પંચ તરફથી તમામ નાગરિકોને અપીલ કરાઇ છે કે કોઈપણ વ્યકિતને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથીચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈપણ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે. વધુમાંકોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યકિતને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યકિત, ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક-ધમકી આપવામાં સામેલ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે ફલાઈંગ સ્કવોડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહિ લેવા અને કોઈ પણ વ્યકિત લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા જિલ્લાના ૨૪×૭ ફરિયાદ દેખરેખ નિયંત્રક એકમના ટ્રોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૨૩૮૯ ઉપર જાણ કરવા શ્રી દિલીપ રાણા જિલ્લા ચુંટણી અધિકારી-કચ્છ દ્વારા અપીલ કરાઇ છે.