ભુખી નદીના પટમાંથી ગેરકાયદે રેતી ઉસેડતા શખ્સ સામે ફરિયાદ

0
47

મુંદરા : તાલુકામાં આવેલી ભુખી નદીના પટમાંથી અવારનવાર રેતી ચોરાતી હોવાના મામલા સામે આવે છે ત્યારે એલસીબીએ એક શખ્સને ઝડપી પાડયો હતો. એલસીબીની એક ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે સાડાઉથી મંગરા જતા રોડ પર એક ટાટા કંપનીનો ટ્રક આવતા ટ્રકને રોકીને તેના ડ્રાઈવરનું નામ પુછતા મંગરાનો યુવરાજસિંહ વિક્રમસિંહ રાણા હોવાનું જણાવ્યું હતું, તેના ટ્રકમાંથી મળેલી રેતી બાબતે આધાર પુરાવા માંગતા તે રજુ કરી શકયો ન હતો. તેણે જણાવ્યું કે, મંગરા અને મોટા કપાયા વચ્ચે ભુખી નદીના પટમાંથી આ ટ્રકના માલિક મુંદરા ઉમિયાનગરના દાનુભા નવઘણસિંહ જાડેજાના કહેવાથી આ રેતી ભરેલી છે. જેથી અઢી લાખની ટ્રક અને આઠ ટન રેતી કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છેે.