ગુનેરીમાં પવનચક્કીના કામમાં અવરોધ ઉભો કરાતા ચાર સામે ફરિયાદ

0
35

લખપત : તાલુકાના ગુનેરી ગામની સીમમાં પવનચક્કીની કંપની જમીનમાં કામ કરી રહી હતી ત્યારે સ્થાનિક ચારેક શખસોએ જમીનમાં અપપ્રવેશ કરી કામ બંધ કરાવી કંપનીના માણસો સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કંપનીના જવાબદારોએ ચારેય શખસો સામે વિવિધ કલમો તળે ફોજદારી નોંધાવી હતી.દયાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અમીતભાઈ રાજશીભાઈ ગાગલીયા (રહે. મુળ દ્વારકા હાલે દયાપર)વાળાએ ખાનજી ઉર્ફે મહેન્દ્ર સુરાજી જાડેજા, રામસંગજી રાણાજી જાડેજા, નવલસિંહ જાડેજા અને રાયધણસિંહ ઉર્ફે રાધુભા રાણાજી જાડેજા (રહે. તમામ ગુનેરી)વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. કંપનીની માલિકીની ગુનેરી ગામમાં આવેલી જમીનમાં પવનચક્કીનું કામ કરતા હતા, પવનચક્કી લોકેશન નંબર જીએન ૬૪૧ વાળા પર કેબલનું કામ કરતા હતા ત્યારે સાહેદોને કામ કરતા રોકીને અવરોધ ઉભો કર્યો હતો, તો કંપનીની માલિકની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી તથા કંપનીના માણસોને ગાળાગાળી કરી કામ બંધ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દાદાગીરી કરી કંપનીને આર્થિક નુકસાન પહોંચાડયું હતું. દયાપર પોલીસ મથકે વિવિધ કલમો તળે ફોજદારી નોંધાઈ હતી.