સ્પેનમાં ભુજના ચિત્રકારના કચ્છી સંસ્કૃતિના ચિત્રોની સરાહના

0
123

ભુજ : કચ્છના કલાકારો વારંવાર દેશ અને વિદેશમાં કલાનાં કામણ પાથરતા જાેવા મળતા હોય છે. એવા જ કચ્છ ભુજના જાણીતાં અને આંતરરાષ્ટ્રીય ચિત્રકાર લાલજીભાઈ એન.જાેષીની ચિત્રકૃતિ દેશના સીમાળા ઓળંગી સ્પેનના ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામી છે.સ્પેનના કૌડેટ શહેરમાં કૌડેટ વોટરકલર ફેસ્ટીવલમાં કચ્છ ભુજના જાણીતાં ચિત્રકાર લાલજીભાઈ જાેષીની બે ચિત્રકૃતિની થઈ ભારોભાર પ્રશંસા કરાઈ હતી. સ્પેનના કૌડેટમાં કૌડેટ વોટર કલર ફેસ્ટિવલનો ઉદ્દઘાટન સમારોહ કૌડેટ નગરપાલિકાના મેયર,ે ભારતીય રાજદૂત અને સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. ગુજરાતનાં ફક્ત એક ભુજના લાલજીભાઈ જાેષી અને સાથે ૧૮ ભારતીય કલાકારોના ચિત્રોને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું સાથે ભારતનાં રાજદૂતે કચ્છની સંસ્કૃતિ બતાવતા લાલજીભાઈ જાેષીની બે ચિત્રકૃતિ ‘માય વર્લ્ડ’ અને ‘આહીર’ની ભારોભાર પ્રશંસા કરી હતી. ભારતનું પ્રતિનિધિત્વ આઈડબલ્યુએસ ઈન્ડિયાના પ્રમુખ અમિત કપુરે કર્યું હતું. કૌડેટ વોટરકલર ફેસ્ટીવલ ૨૭/૧૧ સુધી ખુલ્લું રહેશે.